________________ કારણ વિના ન કાય તે 161 પણ આપણે ખામોશ રહી જઈએ. કંઈ ન થાય મનમાં, જતું કરી દઈએ. આ બાબત પર વિચાર કરીએ ત્યારે આપણને જ આપણી જાતની વિચિત્રતા ને ખેદ થાય કે આ તે કેવું ? કેઈની નાની ભૂલે મેં કેવા ઉધામા કર્યા. અને અહીં આટલું મોટું નુકશાન થયું તે પણ મને કંઈ ન થયું. અને વખત ભૂલ કરનાર વ્યક્તિ એ જ અને જેનાર પણ હું જ છતાં બંને પ્રસંગનાં મારા વ્યવહારમાં આટલી ભિન્નતા કેમ ? આમ સમગ્રપણે વિચાર કરતાં પ્રત્યેક વ્યક્તિની પિતાની જુદાં-જુદાં સમયની સ્થિતિ જુદી, એ જ રીતે અનેક વ્યક્તિઓમાં એક સમયમાં વિભિન્ન વિચિત્રતાઓ ! આ વિચિત્રતાઓ પાછળ કંઈને કંઈ કારણ ચોક્કસ છે. ભલે પ્રત્યક્ષ કારણ હોય કે પરોક્ષ પણ કેઈ ને કોઈ કારણ તે હોય જ છે. કારણ વિના કાર્ય નથી હોતું. આ કાર્ય-કારણ ભાવને સમજાવવાની સાથે-સાથે ગુરુદેવ શિષ્યની શંકાનું સમાધાન આપે છે. જીવ કમને કર્તા હેવા પછી પણ ભેકતા કઈ રીતે હોઈ શકે તે શિષ્યની શંકા છે. ગુરુદેવ ફરમાવી રહ્યાં છે— એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ, કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ ઘ.૮૪. હે શિષ્ય ! જગતમાં કોઈ નિધન છે તે કોઈ ધનવાન છે, કેઈ પંડિત છે તે કઈ મૂખ છે, કોઈ ઊંચ છે, કેઈ નીચ છે. અને આગળ કહી તે બધી જ શારીરિક, માનસિક, આધ્યાત્મિક વિચિત્રતાઓ છવામાં દેખાય છે. તે સર્વની પાછળ કંઈને કંઈ કારણ છે. આ કારણ પ્રત્યક્ષમાં ક્યારેક દેખાય છે, ક્યારેક નથી દેખાતું. કોઈ માણસ ખૂબ મહેનત કરે અને ધન કમાય ત્યારે તે આપણે એમ માનીએ કે એણે પરિશ્રમ કર્યો, તેના ફળ સ્વરૂપ ધનપ્રાપ્તિ થઈ પણ ઘણી મહેનત કર્યા પછી પણ સુખ-સાધન–સગવડતા ન પામી શકે ત્યારે શું સમજવું? વ્યવહારમાં બોલીએ છીએ કે એનાં નશીબ જ એવા છે ! નશીબ એ શું છે? ભૂતકાળને વૈભાવિક પુરુષાર્થ તે વર્તમાનનું પ્રારબ્ધ! શુભ ભાવે સહિત થયેલે પુરુષાર્થ પુણ્યરૂપે પરિણમે છે અને અશુભ ભાવથી થયેલે ભાગ-૨-૧૧