________________ 160 હું આત્મા છું પણ જુદાં, એક વ્યક્તિને અમુક ચીજ કે અમુક વ્યક્તિ બહુ જ પ્રિય હોય તે બીજી વ્યક્તિને એ જ ચીજ કે એ જ વ્યક્તિ અત્યંત અપ્રિય હાય. આવા ગમા-અણગમાનાં ભાવે દરેકનાં મનમાં જુદી-જુદી રીતે પડ્યાં હોય છે. એથી પણ આગળ વધીએ તે આધ્યાત્મિક ભૂમિકા પર સહુમાં ભિન્નતા હોય. જેમકે સહુ સાથે બેસીને પ્રાર્થના કરતાં હેય. ભગવાન ઋષભદેવની સ્તુતિ રૂપ ભકતામર સ્તોત્રનું સ્મરણ થતું હોય પણ ભગવાન પ્રત્યે સહુને એક સરખા ભક્તિભાવ જાગતા નથી. કેઈ ભક્તિરસની ભરતીથી પ્રસન્નતા અનુભવતા હોય તે કઈ માત્ર બોલી જવા ખાતર બોલી જતાં હોય. હૃદયને એ પ્રાર્થનાનાં ભાવ સ્પશે પણ નહીં. એક સાથે ઘણાં લોકો સામાયિક લઈ બેઠા હોય. સામાયિક એટલે સમતાગની સાધના. એક વ્યકિતને સામાયિક કરતાં સમતાભાવ અંતરમાં સધાય પણ ખરે. ભલે થોડી વાર જ સમતા રહે પણ સમતાને અનુભવ તે કરી લે. બીજી વ્યક્તિ વધારે સાધી શકે અને પ્રાયોગિક જીવનમાં સમતા ઉતરવા માંડે. એક વ્યકિતને અનેક સામાયિક કર્યા પછી પણ સમતા શું તે ખબર પણ ન પડે. એ જ રીતે ધર્મના નામે થતાં સર્વ ક્રિયા-અનુષ્ઠાને તપ-જપ-ભક્તિસ્વાધ્યાય વગેરેની સહુને સરખી અસર જોવા નથી મળતી. સહુ જીને તેનું પરિણામ જુદું-જુદું. વળી એક જ નિમિત્ત, કોઇની નાની સરખી ભૂલ, એક વ્યકિતને ભયંકર ગુસ્સો કરાવે, વ્યક્તિ ખૂબ આવેશમાં આવી જાય, ધ્રુજવા માંડે, અને બીજી વ્યકિત એ જ નિમિત્તમાં તદ્દન શાંત રહે, એને નિમિત્ત જરાય ખળભળાવે નહીં. એટલું જ નહીં બંધુઓ! આપણે સહુને અનુભવ છે કે કેઈ નાનું નિમિત્ત આપણને ખૂબ અસર કરી જાય. કેધથી લાલચેળ થઈ જઈએ. ન બોલવાનું બોલી નાખીએ. વ્યાકૂળ થઈ જઈએ, આખી પરિસ્થિતિ ને પલટાવી નાખીએ પણ ક્યારેક એ કે એથી મેટું નિમિત્ત આવે તે