________________ 158 હું આત્મા છું જેમ કર્મ કરવામાં ચેતન આત્માએ ભાગ ભજવ્યું, તે જ જડ પરમાણુઓ કમરૂપ પરિણમ્યા તેમ કર્મોનાં ઉદય વખતે પણ આત્મા હાજર છે, આત્મા સાથે લાગેલા કર્મો જ ઉદયરૂપ પરિણમ્યા છે, અન્ય નહીં. તેથી તે કર્મો પણ ફળ આપવા સમર્થ થાય છે. જડ પદાર્થ પિતે કંઈ ન કરી શકે પણ, માનવ કે પશુ-પક્ષી વગેરે કઈ જીવ જડને પ્રવર્તાવે તે જડમાં ઘણું સામર્થ્ય છે. જે આજના વૈજ્ઞાનિક યુગમાં સમજવું જરાય મુશ્કેલ નથી. પુદગલનો અંતિમ ભાગ પરમાણુ, પિતે એકલે શું કરી શકે ? તેનામાં અખૂટ શકિત હોવા પછી પણ જડ હવાનાં કારણે તે કંઈ કરી શકતો નથી પણ એ જ અણુની શક્તિ માપીને તેને પ્રવેગાત્મક ધોરણે ઉપયોગમાં લીધી તે એ વિશ્વનો વિનાશ કરી શકે તેવી ધ્વસાત્મક શક્તિ તેનામાં પિદા થઈ અને ભલ-ભલી બિમારીને દૂર કરી શકે તેવી સર્જનાત્મક શકિત પણ વિકસિત થઈ એ સિવાય પણ અનેક રીતે જડ-શક્તિઓને નાથવામાં આવી છે અને તે માનવ પ્રાણીઓનાં ઉપયોગમાં આવે છે. તેથી જ ગુરુદેવ કહે છે કે પદાર્થ પિતે ન જાણતો હોવા પછી પણ તેનામાં રહેલ શકિતની અસર થાય છે તેમ શુભા-શુભ કર્મ પણ જીવને ફળ આપવા શકિતમાન છે. આત્મા પર રહેલ કર્મ તેની સ્થિતિ પાકતાં ફળ આપે છે. અને ફળ આપી પોતાની જાતે જ આત્માથી અલગ થઈ જાય છે. આમ જીવ કર્મને કર્તા છે તે તે ભકતા પણ છે. આત્માનાં ક્ષેતૃત્વ ને સિદ્ધ કરતાં અન્ય તર્કો અવસરે.