________________ 163 કારણ વિના ન કાર્ય તે 1, કર્મવર્ગ:-જે સ્કને, જીવ રાગાદિ ભાવે વડે ગ્રહણ કરે છે અને તે ગ્રહાયેલા બે કર્મરૂપે પરિણમવાની યોગ્યતાવાળા છે. કર્મરૂપે આત્મા સાથે અમુક કાળ સુધી રહે છે પછી ફળ આપી આત્માથી અલગ થઈ જાય છે. ફરી પાછા એ જ જીવને અથવા બીજા જીવને કર્મ રૂપે જ ઉપગમાં આવે છે. 2, મને વર્ગ :-મનવાળા છ કંઈ ને કંઈ વિચારે છે. વિચારે જડ છે. પરમાણુરૂપ છે. જીવ જ્યારે વિચારે છે, તે પહેલાં મને શક્તિ દ્વારા વાતાવરણમાંથી મને વર્ગ નાં પુદ્ગલ સ્કંધને ગ્રહણ કરે છે. પછી જ વિચાર કરી શકે છે. એક વિચાર આવીને પસાર થઈ ગયો એટલે એ જ ક્ષણે મનેવર્ગનાં પુગલ કો જીવથી જુદાં પડી જાય છે. ફરી વાતાવરણમાં મળી જાય છે. 3, ભાષાવર્ગ:-ભાષા પર્યાપ્તિ જે જીવોને છે. તેઓ ભાષા દ્વારા ભાવને વ્યક્ત કરે છે. શબ્દો દ્વારા બનતી ભાષા જડ છે. જયારે કોઈ પણ માનવ કે પ્રાણું બેલે છે, તે બેલતાં પહેલાં ભાષા વર્ગનાં પુગલેને, પિતાને મળેલી ભાષા પર્યાપ્તિની શકિત વડે ખેંચે છે. તેને ભાષા રૂપ પરિણાવે છે. પછી છેડી દે છે. ભાષા વર્ગનાં પરમાણુઓ જીવને બેલવાનાં ઉપયોગમાં આવે છે. - 4, શ્વાસોચ્છવાસ વર્ગ -એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી સર્વ પ્રાણીએને જીવન જીવવા શ્વાસોચ્છવાસની મુખ્ય આવશ્યકતા છે. બધાં જ જીવો શ્વાસ લેતા–મુકતા હોય છે પણ આપણે જાણી શકતાં નથી. શ્વાસ લેવાની પદ્ધતિ ભિન્ન-ભિન્ન હોય. વનસ્પતિ એકેન્દ્રિય જીવ છે. તે જીવી ઐકિસજન તથા કાર્બન હવામાંથી લે છે અને છેડે છે. તે વિજ્ઞાને પણ સાબિત કર્યું છે. હવાની સાથે-સાથે શ્વાસોચ્છવાસ વર્ગનાં પરમાણુ સ્કને પણ જીવ ગ્રહણ કરવો હોય છે. પ્રત્યેક વાસ સાથે આ પુદ્ગલે ગ્રહણ થાય છે અને ઉચ્છવાસ સાથે એ પુદ્ગલે ને ત્યાગ થાય છે. પ, દારિક વર્ગ -માનવ તથા પશુ ને દારિક શરીર હોય, સ્થા વર, વિગલેન્દ્રિય તથા પંચેન્દ્રિય પ્રાણીઓનાં જે શરીરે આપણે જોઈ શકીએ