________________ કર્મ સ્વભાવે પરિણમે 169 સજા થાય છે, બીજાને નહીં. તેમ જીવે જેવા કર્મો કર્યા હોય તે ભેગવવા માટે તેવા સ્થાને છે. ત્યાં રહીને એ કર્મો તેને ભેગવવાનાં હેય. આ સ્થાને કેઈએ બનાવ્યા છે એમ પણ નહીં. લેકનું પરિણમન એ પ્રકારનું છે. ચૈતન્ય દ્રવ્ય શુભાશુભ અધ્યવસાયમાં પરિણમે અને ચેતનનાં ભાવનું નિમિત્ત આપી કર્મોમાં શુભાશુભ ફળ આપવાની યોગ્યતા પ્રગટે, તે જીવને ફળ આપે આમ ચૈતન્ય અને જડને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. તેથી લેકમાં એવા સ્થાનનું નિર્માણ આપમેળે થયેલું છે. ગુરુદેવ કહે છે. જીવની શક્તિ અનંત છે. જડની શક્તિ અનંત છે. એ શક્તિને આપણી સ્કૂલબુદ્ધિ વડે માપી શકાય નહીં. તેનાં ગહન રહસ્ય ઉકેલીને કથવા બહુ મુશ્કેલ છે પણ હે શિષ્ય ! આ ઉંડી વાતને અહીં સંક્ષેપથી કહી છે. પિતામાં રહેલ અનંતશક્તિને એ પ્રગટ કરવાને પ્રયત્ન કરે તે સંસાર ભાવથી ઉંચે ઉઠી, સ્વભાવને પામી શકે છે. પિતે પિતામાં ઉંડે ઉતરે તે રવ ને ઓળખી શકે છે. તે માટે ચિન્મય ચિંતન અનિવાર્ય છે. બંધુઓ ! માણસ ચિંતા ઘણી કરતાં હોય પણ તેને ચિંતન કરતાં નથી આવડતું. મનને જરાક જ ફેરવી નાખે તે ચિંતાના બદલે ચિંતનમાં તેને પ્રવેશ થઈ જાય. યુરેપને એક અતિ–શ્રીમંત ગૃહસ્થ, આર્થર એનું નામ. સંસારના મનાયેલા સર્વ સુખ, સર્વ સાધને એને ઉપલબ્ધ હતાં. ભોગમાં આળોટતા હતે. એના જીવનનું એક માત્ર લક્ષ્ય હતું ધન. એ લક્ષ્યની પૂર્તિ માટે તેણે પારાવાર પુરુષાર્થ કર્યો, પ્રારબ્ધ સાથ આપે અને તેણે લક્ષ્યને સાધી લીધું હતું. ધનની સાથે-સાથે ચિંતાઓ પણ એટલી જ એનાં મન પર હતી. એ ને તે દિવસે ખાઈ શકો કે તે રાત્રે ઉંઘી શક્ત. અન્ન અને ઉંઘ તેના વેરી થઈ ગયા હતાં. બંનેને ભોગવી શકે તે માટેનાં સર્વ પ્રયત્ન પણ તેનાં નિષ્ફળ ગયા. બસ, માત્ર ચિંતા-ચિંતા ને ચિંતા. તેની પત્ની પણ આર્થરની આ સ્થિતિથી દુઃખી હતી, અનેકવાર, અનેક રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યા પછી પણ આર્થર ચિંતા છોડી શકતો ન હતે. મનને શાંતિ મળતી ન હતી.