________________ 170 હું આત્મા છું આર્થરને એક ડૉકટર મિત્ર હતું. જે માનવમનનાં ઊંડાણને પામી. શક્ત હતે. આર્થરની પત્નીને લાગ્યું કે આને શાંતિ આપી શકે તે તે માત્ર તેને ડોકટર મિત્ર છે. તેણે આર્થરને મહામહેનતે એ ડોકટર મિત્ર પાસે મોકલ્યા. આર્થરે પત્નીનું કહ્યું માન્યું અને મિત્ર પાસે ગયા. ડોકટરે પ્રેમથી તેને આવકાર્યો, બેસાડયો. સારી રીતે વાત કરી. કેમ આવવાનું થયું એમ પૂછતા આર્થર કહે છે દસ્ત! બહુ મુંઝાયે છું મગજ પર ખૂબ ચિંતાઓ છે, વ્યાકૂળતા દિન-પ્રતિદિન વધતી જાય છે. ઉઘ-આરામ બધું જ હરામ થઈ ગયું છે. હવે તે બહુ મુંઝાયે છું, સમજાતું નથી શું કરવું? તું ડોકટર છે, તારી પાસે દવા લેવા આવ્યો છું. હવે તે તું. જ મને આ ચિંતાના બેજમાંથી બચાવી શકીશ. આર્થર ડોકટર પાસે એકદમ નરમ ઘેંશ જે થઈ ગયો. ડોકટરમાં જાણે એને દેવ દેખાય ડોકટર સમજી ગયે. આને શારિરીક કોઈ રોગ નથી પણ ધનની તૃષ્ણ, ભેગની લાલસા, સંસારની આસક્તિ એને ઘેરી વળી છે જેથી સત્યને એ ઓળખી શક્યો નથી પરિણામે ચિન્તાઓ તેના પર સવાર થઈ ગઈ છે. તેણે આર્થરને આશ્વાસન આપતાં કહ્યું “બહુ સરસ દવા છે મારી પાસે, ચક્કસ સારું થઈ જશે.” એ અંદરની રૂમમાં ગયે, થોડીવારે બહાર આવી, દવાની ચાર પડીકી આર્થરના હાથમાં મૂકી. આવતીકાલ સવારથી આ દવા લેવાની છે. ત્રણ-ત્રણ કલાકે એક–એક પડીકી અને એક જ દિવસમાં ફરક પડી જશે. આર્થર ખુશ થતો ઉડ્યો. ચાલ્યો. ડોકટરે ઉભો રાખે. “અરે ! આર્થર, દવા લેવાની વિધિ તે જાણે લે ! આવતી કાલે સૂર્યોદય પહેલાં દરિયા કિનારે જવાનું. દૂર દૂર એકાંત-નિર્જન સ્થાન પર, સમુદ્ર તટે તારે બાર કલાક રહેવાનું ! ખાવા-પીવાની વસ્તુઓ અને શરીર પર ઢીલા વસ્ત્રો. આ સિવાય કંઈ સાથે નહીં લઈ જવાનું !" .............................આર્થરે તે દવા દીધી પાછી H