________________ 174 હું આત્મા છું ત્રણ કલાક તે કયારના ય વિતી ગયા છે. હવે બીજો ડોઝ લેવાની -તાલાવેલી લાગી. અંદરમાં શાંતિને અનુભવ થઈ રહયો છે. ખબર છે આ દવા નહીં દુવા છે. તેણે બીજી પડકી ખેલી. વાંચ્યું. તેમાં સુંદર સૂત્ર હતું–Try Reaching Back. પાછા ફરવાને પ્રયત્ન કર. ક્યાંથી પાછો ફરૂં ? વિચારતાં સમજાયું કે, મિત્ર ભૂતકાળ જાણે છે માટે ભૂતકાળમાં જવાનું કહે છે. કેટલાક ભૂતકાળ ભૂલી જવા માટે હોય તો કેટલાક યાદ રાખવા માટે. આર્થરને પણ એમ જ હતું. તેને ભૂતકાળ બોધ આપે તે હતે. તે વિચારે છે. ગરીબ વિધવા માને દીકરો. ચાર ભાઈ-બહેન. ખાવા કે પહેરવા પણ પુરૂં નહીં. છતાં નિર્દોષ જીવનને આનંદ માણતાં હતાં. આખા યે વર્ષમાં સારૂં ખાવાનાં નામે કીસમસમાં માત્ર એક દિવસ કેક ખાવા મળે. તે ય સવારે એક કેક મા એ બનાવી હેય. સાંજે તેનાં ચાર ટૂકડા થઈ એક જ ટૂકડો મળવાને હોય. પણ એને આનદ દિવસભર હોય. આર્થર આ દિવસે યાદ કરે છે. અહા ! એ કેકનાં એક નાના ટૂકડામાં કેટલે આનંદ હતે ! તેમાં કેટલે સ્વાદ હતો ! આજે ભાત ભાતનાં ભેજન મળે છે. સ્વાદ નથી, રૂચિ નથી, ભૂખ નથી, તૃપ્તિ નથી. શું કારણ? ધન મળ્યા પછી પણ સુખ કેમ નહીં ? નિર્ધન દશામાં જે સુખ અને આનંદ માણ્યા તે આજે નથી મળતાં, તે નકકી થાય છે કે ધનમાં સુખ નથી. ધન સુખનું કારણ નથી. આ વિચારે આર્થરની આંખે ખુલી ગઈ. આજ સુધી ધનની પાછળ ખુવાર થઈ ગયે. બધું જ ભૂલી જઈ ઈશ્વરને ડર રાખ્યા સિવાય ભયાનક પાપ કર્યા. માત્ર ધન મેળવાની તૃષ્ણાથી જ. આજ સુધી તેની પત્ની અને મિત્રો ધનની તૃષ્ણ એછી કરવાનું કહેતાં હતાં પણ તેને સમજાતું ને'તું. ધન જ ચિંતાનું કારણ છે એ માનવા તૈયાર નેતે, પણ શાંત ચિત્ત અંતરનાં એકાંતમાં વિચારણા કરવાથી, ભૂતકાળને જેવાથી સમજાયું કે આજ સુધી ધન માટે જેટલા ઉધામા કર્યા તે બધાં અનર્થની ખાણ સમા જ પુરવાર થયાં, અંતે આર્થરનાં મનમાં વસી ગયું કે ધન ક