________________ 176 હું આત્મા છું લગની લાગી છે. એટલે બધો હળવો થઈ ગયો છે કે વિચાર કરતાં-કરતાં કિનારાની રેતીમાં જ્યાં બેઠા હતા ત્યાં ઉધો સૂઈ ગયે. ચોથી પડિકી ખોલીને ઓ રેતી પર લખી નાંખ. વાંચતા જ આર્થર વિચારવા લાગ્યા. ચિંતા? ચિંતાઓને તે પાર જ ક્યાં છે? કેટલી યાદ કરું ? કેટલી લખું ? પણ ના, મને આ દવાએ તે અમૃત પાયું છે. માટે લખી તે નાખીશ જ. એ એક, બે, ત્રણ નંબર કરી ચિંતાઓ લખવા માંડે. ઉંધા છે. હાથની આંગળીથી રેતીમાં લખી રહ્યો છે. મને એટલું હળવું થઈ ગયું છે, કે જેના માથે ચિંતાઓનાં ગંજ ખડકાયા હતા. એ બધી જ ચિંતાઓ જાણે સમાપ્ત થઈ ગઈ છે. હવે ચિંતા યાદ આવતી નથી. 4-5 લખી, યાદ કરી રહયો છે ત્યાં તે પગને કંઈક સ્પર્શ થયે. સફાળો બેઠે થઈ ગયે શું અયું? જુએ છે ત્યાં તે સૂર્યાસ્ત થઈ રહયો છે. સમુદ્રમાં ભરતી આવી રહી છે. મેજા ઉછળવા માંડયા છે. મજાનાં પાણીને સ્પર્શ થયા હતા. અને સમુદ્રની ભરતીને એ નિહાળી રહયો. ત્યાં તે એક મોટું મોજું આવ્યું અને રેતી પર લખેલી ચિંતાઓને લઈ સમુદ્રમાં વિલીન થઈ ગયું. આર્થર જોઈ જ રહયો. એ ચમકર્યો અરે ! જે ચિંતાઓ કાળનાં પ્રવાહ સાથે વહી જનાર છે તેનાં માટે અત્યાર સુધી દુઃખી થત રહયો ! કેવે મૂરખ ! બંધુઓ ! માનવ ટી ચિંતાઓનાં બેજથી દબાતે જ રહયો છે પણ એ માનતે હોય એવી 100 ચિંતાઓમાંથી 99 તે આવતી જ નથી બાકી ચારમાંથી બે ને ઉકેલ સહેલાઈથી થાય એવો હોય છે. શેષ રહી છે. ખરેખર તો માણસને માત્ર બે ચિંતાઓ સામે જ લડવાનું હોય છે. પણ વ્યર્થ સે ચિંતાઓનાં બોજ નીચે પિતાની શક્તિને ખચી નાખી હોય એટલે જેની સામે લડવાનું છે, ત્યાં લડવાની શક્તિ તેનામાં બચતી જ નથી. આર્થર વિચારે છે. અહા ! આ કુદરતી સંકેત મને કેવી મોટી શિક્ષા દઈ જાય છે ? શા માટે આટલી ચિંતાઓ મેં સેવી ? કાળનાં પ્રવાહમાં સુખ કે દુઃખ બધું જ સમાપ્ત થનાર છે. “દુઃખનું ઓસડ દહાડા” બસ,