________________ 172 હું આત્મા છું એક નબરની પરિકી ખીસામાંથી કાઢી, ખેલી. સાવ ખાલી. દવા નથી, ગળી નથી, કોઈ પાવડર નથી. આ શું ? ગુસ્સો આવ્યો. મિત્રે મારી મશ્કરી કરી છે. ખાલી કાગળને શું કરું? બે-ચાર વાર ફેરવીફેરવીને કાગળ જે. દવા તે ન જ દેખાણું પણ તેમાં કંઈક લખેલું હેય એમ લાગ્યું. ધ્યાનથી જોયું, વાંચ્યું. તેમાં લખ્યું હતું–Listen Carefully, શાંતિથી સાંભળ. વાંચીને આર્થર વિચારે છે. શું સાંભળું ? આ લખવાનું પ્રજન શું ? આ તે કંઈ દવા છે ! આર્થર બુદ્ધિમાન છે. એ સમયે કે જરૂર મારો મિત્ર મને કંઈક કહેવા માગે છે. જ્યારે મારી પાસે રેડિયો, ટેપરેકર્ડર કે કોઈ માણસે કશું જ નથી ત્યારે હું શું સાંભળું ? સાંભળવાના સાધને વગર શું સંભળાય ? આમ વિચારે છે ત્યાં તે પ્રાતઃકાલનાં ખુશનુમા વાતાતરણમાં છેડે દૂર 5-7 નાનાં નાનાં ભૂલકાઓને કિલકિલાટ કાને પડે. બાળકે હસી રહ્યાં છે. આજે પહેલી વાર આર્થરને બાળકનાં હાસ્યમાં મધુરતા સંભળાણું ! એ વિચારે છે. અહા ! નાનાં બાળકનું હાસ્ય આટલું મીઠું ? બંધુઓ ! આર્થરને પણ બાળકો છે. છતાં કદી એ બાળક સાથે નિર્દોષ રમત માણું શક્ય નથી. બાપ તરીકેનું વાત્સલ્ય બાળકોને આપી શક્ય નથી. સંતાનોને પ્રેમ માણું શક નથી. ધન કમાવાનું ભૂત તેનાં દિલ-દિમાગ પર એવું તે સવાર થઈ ગયું હતું કે બાળકમાંથી મળતા આનંદને એ માણી શક્યા ન હતા. એટલામાં આકાશમાં ઉડતા પક્ષીઓને મધુર કલરવ તેનાં કાને પડે. તેમાં તેને મીઠાશ લાગી. સમુદ્રનાં ઉછળતાં મોજાને ધ્વનિ તેનાં કાનમાં ગુંજારવ કરવા લાગ્યો. તેમાં સંગીતનાં સૂર તેને સંભળાયા. આ વિશ્વમાં આટલું બધું માણવા જેવું છે એ જાણ જ ન હતું. આ સ્વરે તેનાં મનને આનંદ આપી રહ્યાં છે. સાંભળવામાં લીન થઈ ગયા છે. પણ આર્થર વિચારક છે. એ વિચારે છે : ના, મારે માત્ર આ અવાજે જ નથી સાંભળવાનાં, બીજું કંઈક સાંભળવાનું પણ છે ! એ શું ? મારે મિત્ર મને કઈ તરફ સંકેત કરી રહ્યો છે ?