________________ કર્મ સ્વભાવે પરિણમે 171. મારે નથી જોઈતી, તારી દવા ! બાર કલાક માટે ધંધે છેડીને દરિયે પડયો રહું. એ કેમ પિસાય ? મારે કેટલી એ પેઈન્ટમેન્ટસ હોય? કેટલા બીજા કામ હોય ? એ બધાનું શું ? મારે નથી જવું !" અરે ભાઈ તારે શાન્તિ જોઈતી હોય, તારા મનને ચિતાઓથી મુક્ત કરવું હોય તે એકવાર તે જા ! જઈને તે ખરે!'' મિત્રનાં પ્રેમભર્યા શબ્દોએ જાદુ કર્યો અને આર્થરે કંઈક વિચાર્યું. ભલે! તું બહુ કહે છે તે જઈશ, બાર કલાક ફ્રી હેઇશ. તે ત્યાં પણ મારે ઘણું કામ થઈ જશે. એક ફોન અને બીજે રેડિયે બે લઈને જઈશ.. બધા સમાચાર પણ મળશે. ફેનથી વ્યાપારની વાતે પણ થઈ જશે. કંઈ વાંધો નહીં ! તું કહે છે તે હું જઈશ !" “ના ભાઈ, ના ! કશું ય સાથે નથી લઈ જવાનું. રેડિયે, ફેન નહીં અને કાગળ-પેન પણ નહી' ! ભાઈ! માત્ર 12 કલાક જ છેડવાનું છે, છેડી દે. પછી જે તને કેટલી પ્રસન્નતાને અનુભવ થાય છે !" આર્થર અંદરથી દુઃખી છે. મનથી ખૂબ જ વ્યાકૂળ છે. ચિંતાઓ તેને ફેલીને ખાઈ રહી છે. તેથી મને-કમને પણ ડોકટર મિત્રની વાત. માની લીધી. ઘરે ગયે. પત્નીને વાત કરી. પત્ની ખુશ થઈ, સમજુ હતી, સમજી ગઈ. તેણે તે બધી જ તૈયારી કરી આપી. બીજે દિવસે સવારે. ખાવા-પીવાનો સામાન, તથા બિછાવવા માટે એકાદ આસન લઈ આર્થર ઉપડી ગયે સમુદ્ર તટે, દૂર-દૂર એકાંત નીરવ સ્થાન શેધી, આસન જમાવ્યું. બેઠે, ચારે બાજુ કેઈ નથી. થોડી વાર તે ગભરાયે. શું કરવું અહીં બેસીને! મુંઝવણ થવા માંડી. ઉભો થયે. આંટા મારવા માંડ્યો. વળી બેઠે. એટલામાં સૂર્ય ઉદય થવા માંડે. એ તે જોઈ રહ્યો. જાણે સમુદ્રમાંથી અગ્નિને દિવ્ય ગેળે બહાર આવતો હોય એવો પ્રતિભાસ થવા માં. કદી આવું દશ્ય જોયું નથી, મન પ્રફૂલ્લિત થઈ ગયું. અને ઉપર ઉઠતાં સૂર્યને તથા આકાશનાં બદલાતાં રગોને જોવામાં તન્મય થઈ ગયે. સૂર્ય કેટલે ઉપર આવી ગયો ત્યાં સુધી એને ખ્યાલ ન રહ્યો. ઓચિંતુ યાદ આવ્યું. અરે ! પડિકી લેવાનો સમય થઈ ગયે છે.