________________ 156 હું આત્મા છું પગલે ગ્રહણ થાય તેના આઠ ભાગ થઈ જાય. આયુષ્ય ન બંધાતુ હોય ત્યારે સાત ભાગ થાય. દશમાં ગુણસ્થાને આયુષ્ય અને મોહનીય છેડી શેષ છ ભાગ થાય અને તેરમા ગુણસ્થાને એક કર્મ જ બંધાય છે માટે ગ્રહણ કરાયેલા પુદ્ગલ તે એક રૂપ જ રહે છે. કર્મ પુદ્ગલેનું વિભાજન કેવી રીતે થાય છે તે જોઈએ. આયુષ્ય કર્મને ભાગ સર્વથી ડે છે. કારણ તેની સ્થિતિ સર્વ કર્મોથી ઓછી છે. આયુષ્ય કર્મથી નામ તથા ગોત્ર કમને ભાગ અધિક છે કારણ આયુષ્ય કર્મની સ્થિતિ 33 સાગરોપમની છે અને નામ-શેત્રની 20 કોડાકોડ સાગરની છે. તે બન્નેને સરખે ભાગ મળે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયની સ્થિતિ નામ-શેત્રથી વધારે એટલે કે 30 કોડાકોડ સાગરની છે તેથી નામ, ગોત્રથી તે ત્રણેયને વધારે ભાગ મળે છે. પણ ત્રણેયને એક સરખે મળે છે. આ ત્રણેય કર્મોથી મહનીય કર્મને ભાગ અધિક છે કારણ કે તેની સ્થિતિ 70 કડાકોડ સાગરની છે. વેદનીય કર્મને ભાગ સહુથી અધિક છે. જો કે વેદનીયની સ્થિતિ મોહનીય કર્મથી ઘણું ઓછી છે તે પણ મોહનીયથી વેદનીયને ભાગ વધારે છે કારણ કર્મ પુગલનાં ઘણાં દ્રવ્ય વિના વેદનીય કર્મના સુખદુઃખાદિને સ્પષ્ટ અનુભવ થઈ શકતો નથી. વધારે પુગલ મળે તે જ વેદનીય પિતાનું કાર્ય કરવામાં સમર્થ બની શકે છે. માટે સ્થિતિ છેડી હોવા છતાં પણ સહુથી વધુ ભાગ તેને મળે છે. સ્થિતિબંધ –બંધ થઈ ગયા પછી જે કર્મ જેટલા કાળ સુધી આત્મા સાથે લાગીને રહે, તે તેને સ્થિતિકાળ. બંધાવાવાળા કર્મોમાં આ સ્થિતિકાલની મર્યાદાનું નિશ્ચિત થવું તેને જ સ્થિતિબંધ કહેવાય છે. સ્થિતિ બે પ્રકારની. જન્ય અને ઉત્કૃષ્ટ. ઓછામાં ઓછી સ્થિતિને જઘન્ય અને વધુમાં વધુ સ્થિતિ, તે ઉત્કૃષ્ટ સ્થિતિ. બીજી રીતે બે પ્રકારની સ્થિતિ કહી. કર્મ બંધાયા પછી જ્યાં સુધી ઉદયમાં ન આવે પણ આત્મા સાથે રહે તે અબાધાકાળ અને ઉદયમાં આવ્યા પછી જ્યાં સુધી ઉદયમાં રહે તે સ્થિતિ. જે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલા સાગરોપમની હાય એટલા સો વર્ષને અબાધા કાળ હોય છે.