________________ 154 હું આત્મા છું પિલા પદાર્થો, જે વેદે છે એવા જ્ઞાનતંતુઓને અત્યંત સુષુપ્ત અવસ્થામાં મૂકી દીધા તેથી સંવેદન કરી શકે નહીં. એ જ રીતે કઈ માણસ ઝેર ખાય તે મરી જાય છે અને ઉત્તમ પદાર્થ જેને અમૃત કહેવાય તે ખાય છે તેનાથી તેની શરીર શક્તિજીવન શક્તિ વધે છે. જેટલા કહ્યાં તે બધાં જ પદાર્થો જડ છે છતાં તેની અસર શરીર પર થતી આપણે અનુભવીએ છીએ. તેમાં પણ પોતાની ઈચ્છાથી ઝેર આદિ લે તે જ અસર થાય અન્યથા ન થાય તેમ પણ નથી. જાણેઅજાણે લઈ લીધું તે પણ તેની અસર થાય જ છે. જેમ આ બધી અસર શરીર પર, મન પર, જ્ઞાનતંતુઓ પર, આત્માની સંવેદન શક્તિ પર થાય છે. એ જ રીતે શુભા-શુભ કર્મોની અસર આત્મા. પર થાય છે. એ સમજવા માટે કર્મ બંધનની પ્રક્રિયાને વિસ્તારથી સમજીએ. આત્મા અને કર્મ પરમાણુઓનાં સંબંધ વિશેષને બંધ કહે છે. તેના ચાર ભેદ છે. પ્રકૃતિબધ. સ્થિતિબન્ધ, રસબન્ધ અને પ્રદેશબંધ.. પ્રકૃતિબંધ –પ્રકૃતિ શબ્દનો અર્થ છે સ્વભાવ, તેથી જુદાં-જુદાં કર્મોમાં જ્ઞાનાદિની ઘાત કરવાનો જે સ્વભાવ ઉત્પન્ન થાય છે. તે પ્રકૃતિબંધ. કહેવાય છે. જેમકે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગેત્ર અને અંતરાય. આ આઠ સ્વભાવ, કર્મોમાં ઉત્પન્ન થાય છે. જીવનાં ગ અને કષાયરૂપ ભાવેનાં નિમિત્તથી જ્યારે કર્મ-વર્ગણાઓ કર્મરૂપ પરિણત થાય છે ત્યારે તેમાં ચાર બાબતે ઉભી થાય છે. 1 સ્વભાવ, 2 સ્થિતિ, 3 ફળ દેવાની શકિત, 4 પરિમાણ એમાં. સ્વભાવ અને પરિમાણુ એટલે કે પ્રકૃતિબન્ધ અને પ્રદેશબન્ધ જીવની વેગ શક્તિ પર નિર્ભર છે તથા સ્થિતિ અને ફળ દેવાની શક્તિ અર્થાત સ્થિતિબન્ધ અને રસબન્ધ જીવનાં કષાય ભાવ પર નિર્ભર છે. ગશકિત જેવી તીવ્ર કે મંદ હશે, બન્ધને પ્રાપ્ત કર્મ પુદ્ગલેને સ્વભાવ અને