________________ ઝેર સુધા સમજે નહીં 153 જિજ્ઞાસુ શિષ્ય, કે જેનું મન સંસારનાં ભેગોથી વિરક્ત થવા માંડ્યું છે તે તત્વની દષ્ટિએ જીવનું ભકતૃત્વ શું છે તે જાણવા માગે છે. જીવ કર્મને કર્તા છે એ તેની શ્રદ્ધામાં ઉતર્યું છે પણ સાથે-સાથે એ ય જાયું કે કેમ તે જડ છે. જડ કર્મો કઈ રીતે ફળ આપવા સમર્થ હોઈ શકે ? ગુરુદેવે આના સમાધાન અર્થે પ્રથમ ગાથામાં એ સમજાવ્યું કે જીવ કર્મને કર્તા કઈ રીતે છે. કર્મનાં કતૃત્વમાં ચેતનની પ્રેરણા હોય તે ભકતૃત્વમાં પણ હોય. આ તકે ઉપસ્થિત કરી હવે જડ કર્મો ફળ કઈ રીતે આપે તે સમજાવે છે. ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનુ, ભક્તાપણું જણાય...૮૩ વત્સ ! વ્યવહારમાં જોયું છે કે જડ પદાર્થોની અસર બહુ મોટી હોય છે. સામાન્ય રીતે વિચાર કરીએ તો રોજનાં ભજનની અસર શરીરમાં દેખાય છે. ભેજનનાં પદાર્થો જડ હોય છે. છતાં શરીરમાં શક્તિ, લેહી, ચરબી વગેરે બધું જ બનાવે છે. આહારનાં બળે માણસ જીવતા હોય છે. કેટલાંક ભેજ્ય પદાર્થ તે નશીલા પણ હોય છે. ભારે ખોરાક ખાઈને ઉઠો, ને ઘેન ચડવા માંડે. આરામ કરવાની ઈચ્છા ન હોય તો પણ સૂઈ જવું પડે. આ છે ભેજનનાં પદાર્થોની શરીર પર અસર. મદિરા પીધેલા માણસ પર, મદિરાની અસર કેટલી ? તેને ભાનસાન ભૂલાઈ જાય, ડાહ્યો ગણાતે માણસ વિચિત્ર રીતે વર્તન કરવા માંડે, તેનાં જ્ઞાનતંતુઓ શિથિલ થઈ જાય. ઓપરેશનના ટેબલ પર સૂતેલા માણસને ડોકટર એનેસ્થેસિયા આપે અને તે મૃતવત્ થઈ જાય. શરીરનાં કઈ પણ ભાગને કાપે. તેને ખબર ન પડે. કેટલી જબરદસ્ત અસર આત્મા પર? જે આત્માને એક સેયની અણી અડે તેનું પણ સંવેદન છે એ આખું શરીર કપાઈ જાય તે પણ વેિદી ન શકે, ક્યાં જાય આત્મા ? આત્મા તે ત્યાં ને ત્યાં હોય પણ