________________ કારણ વિંના જ કાર્ય છે..! વતરાગ પરમાત્મા-અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના વિભાવના કારણે રહેલી વિચિત્રતાનું ભાન જીવને કરાવી અનેકરૂપતામાંથી બહાર લાવી એકરૂપતા પ્રાપ્ત કરાવે છે. જીવનું સ્વરૂપ એક અને અખંડ હોવા છતાં સંસારમાં રહેલ અનંત પ્રાણું– એમાં વિભિન્નતા દેખાય છે. મનુષ્યરૂપે, બધાં જ મનુષ્ય સરખાં, શરીરાકૃતિ સરખી, હોવા છતાં પણ એક મનુષ્ય બિલકુલ બીજા જે જોવા નથી મળતું. કયારેક કંઈક સરખાપણું બે માનમાં જોવા મળે છે તે પણ કરેડામાં કેઈક, કદાચ બેલડાનાં બે બાળકે સમાન દેખાય. છતાં સૂક્ષ્મતાથી જોતાં જરા ફેર તે દેખાશે. હાથ, પગ, આંખ, કાન, નાક, મુખ વગેરે યથાસ્થાને જેટલા હેવા જોઈએ તેટલા જ હોય પણ તેનો દેખાવમાં ફરક હોય. એ જ રીતે શરીરની દષ્ટિએ પશુઓમાં–પક્ષીઓમાં પણ આ અંતર રહે છે. શરીરની દૃષ્ટિએ આવી વિભિન્નતા જગતમાં દેખાય છે. માનસિક દૃષ્ટિએ પણ મનવાળા જેમાં વિભિન્નતા દષ્ટિગોચર થાય છે. જડ પુદ્ગલનું બનેલું મન, મનરૂપે બધાને એક સરખું મળ્યું પણ મનનાં કાર્યોમાં ખૂબ અંતર. કોઈ માણસને નાને એ પ્રસંગ ખૂબ જ ઊંડી અસર કરી જાય. મન અપસેટ થઈ જાય. અરે ! તેનાં કારણે ભયંકર બિમારી નેતરી લે. જ્યારે કેટલાક માણસનાં મન એવા હોય કે અતિ દુઃખદ પ્રસંગ પણ તેનાં મનને ચલિત ન કરી શકે. બીજી દષ્ટિએ માનસિક સ્થિતિ સહુની જુદી-જુદી. રસ અને રૂચિ