________________ ૧૫ર હું આત્મા છું સ્વામી આત્મા એ જ હું છું. તેમજ મારા આત્મામાં જ અવિકલ સુખનાં ખજાના ભર્યા છે એથી તદ્દન અજ્ઞાત એવા આપણાં આત્મિક સુખની પ્રાપ્તિનાં પ્રયત્ન કયાંથી કરીએ ? પણ, આજે આવા દુષમકાળમાં પણ આપણે સૌભાગ્યશાળી છીએ કે વીતરાગની વાણીરૂપ શાસ્ત્રો તથા સત્સંગ બંને મળ્યા છે પિતાની જ્ઞાન-દશાથી આત્માને પામી શકાય છે એવી સચોટ ખાત્રી ગુરુદે કરાવે છે. ત્યારે સાંસારિક વા નાઓને છેડી દઈ આત્મિક ઉપલબ્ધિ માટે પુરુષાર્થ કરીએ. સંસારસુખ તે બહુ ભેગવ્યા પણ હવે આત્મિક આનંદની અનુભૂતિ કરવી છે. સંસારનાં ભેગે મીઠા લાગતા હશે પણ પરિણામે તે કડવા ઝેર છે. શાસ્ત્રમાં કહ્યું છે– जहा किम्पाग फलाण', परिणामो न सुन्दरो / एव भुत्ताण भोगाणं, परिणामो न सुन्दरो // તેમજ મિસ સુલી વદુરદુરથી..! સુંદર દેખાતા કિપાકવૃક્ષનાં ફળ, ખાવાથી ઝેરરૂપ પરિણમે છે. તેમ દેહ-ઈન્દ્રિયનાં ભેગે ભગવતી વખતે બહુ મીઠા લાગે. ક્ષણ એક જુઠા સુખની અનુભૂતિ કરાવે પણ પરિણામે દીર્ઘકાળ સુધી દુઃખ જ આપે. બંધુઓ ! અજ્ઞાન ભાવે જીવ ઈન્દ્રિયજન્ય વિષય. વૈષયિક પદાર્થોને ભેગવે છે. પણ એ જ જીવ જ્યારે અજ્ઞાન ટાળી જ્ઞાનદશાને જાગૃત કરે ત્યારે પિતામાં રહેલ સ્વભાવદશાને લેતા બને છે. સંસારનાં સર્વ પદાર્થો હાજર હોય, ઈન્દ્રિયે પણ સંપૂર્ણ હોય. દેહ સશક્ત હોય છતાં અંતરમાં પ્રગટ થયેલી ઉદાસીનતા પદાર્થોનાં ભેગવટામાં નિર્વેદને જ સેવતી હોય. તેથી જ સર્વ રિદ્ધિ-સિદ્ધિના સ્વામી ચક્રવતી ભરત, તદુભવ મોક્ષે પધારી ગયા. ભૂગજન્ય પદાર્થો તે જડ છે એ જીવને આકર્ષી શકે નહીં પણ જીવને રાગ-દ્વેષને ભગવટ કરે પણ ગમે છે. એ રાગાદિમાં ભળી જાય છે તેથી જ પિતે ભેગો તરફ આકર્ષાઇ તેને ભેગવે છે. અનાદિથી જીવને આ જ અભ્યાસ છે.