________________ 150 હું આત્મા છું જીવને સવળે પુરુષાર્થ આત્મવીર્યને ઉપગ, કમ નિર્જરા માટે કરે છે અને અવળે પુરુષાર્થ આત્મવીર્યના બળે અનંત કમેને ઉપાર્જન કરે છે. અહીં ગુરુદેવ એ જ બતાવવા માગે છે કે રાગ-દ્વેષ રૂપ ભાવકર્મો ચેતનનાં આશ્રયે ઉત્પન્ન થઈ જડ એવા કર્મોનાં કારણરૂપ બને છે. અને તેથી વ્યવહાર નયે આત્મા કમને કર્તા બને છે. અહીં આ બધું કહેવાનું પ્રયોજન એ જ છે કે જે આમ જીવ કર્મને કર્તા બનતો હોય તે એ કર્મફળને ભક્તા પણ બને જ. ભાવ કર્મથી દ્રવ્ય કર્મો આકર્ષાય છે. દ્રવ્ય કર્મોના ઉદયે વળી જીવ એ રૂપ પરિણમે છે. અને બાહ્યમાં પણ દેહાદિની ક્રિયાઓ એ રૂપ થાય છે દેહાદિની ફિયાનાં કારણે ફરી રાગ-દ્વેષ અને કર્મબંધ થાય છે. આમ આ આખુયે ચક ચાલ્યા જ કરે છે. એ સર્વનાં મૂળમાં અજ્ઞાન છે. જ્યાં સુધી અજ્ઞાન પડયું છે ત્યાં સુધી જ આત્માને કર્મનું ભકતૃત્વ છે. જે સમયે અજ્ઞાન જશે તે જ સમયથી એ નિજ સ્વભાવને “કર્તા–ભક્તા' બની જશે. જડ કર્મો ચેતનને ફળ કેવી રીતે આપી શકે તે સમજાવવા માટે ગુરુદેવે આટલી ભૂમિકા બાંધી. કર્મો જડ હોવા છતાં પણ જ્યાં સુધી આત્મા સાથે એક ક્ષેત્રાવગાહી રહ્યાં છે. ત્યાં સુધી એને ચેતનને પાવર મલ્યા કરે છે. એ પાવરથી એ પિતાને કરવા ગ્ય કાર્ય કરી લે છે. ચેતન આત્માથી પાવર મેળવવા માટે કર્મ ચેતનને ભ્રમિત કરી નાંખે છે. તે જ ચેતન, કર્મને વશ થાય. નહીં તે ન થાય. આપણે સહુને અનુભવ છે કે આપણે આત્મબ્રાંતિમાં જીવી રહ્યાં છીએ એટલે જ કર્મોનું જોર આપણે પર ચાલે છે. અન્યથા અનંત શક્તિ ધારક આત્મા પર જડ કર્મો કેમ સવાર થઈ શકે ? આત્માને ભૂલાવામાં નાંખી કર્મો ને જે કરવું હોય તે કરી લે છે. તેમ એ જ આત્માને સારાં - માઠાં ફળ દેવા માટે પણ આત્માને ભૂલાવે અને ફળ આપી દે છે. હવે જડ કર્મો કેવી રીતે આત્માને ફળ આપે છે તે ગુરુદેવ સમજાવશે.