________________ 148 હું આત્મા છું 2, એ જ વ્યવહાર નય થી, બીજી રીતે જીવ કર્મનાં ઉદયે કરી જે સુ-ફળ કે કુ-ફળ મળે તેનાં સુખ-દુઃખને ભોક્તા છે. પુણ્યનાં ઉદય અનુકુળતા અને પાપનાં ઉદયે પ્રતિકુળતા વેઠવી જ પડે છે. કર્માધીન જીવ કર્મનાં ઉદયમાં વહી જતો હોય તેથી ઉદય જન્ય સુખ-દુઃખને ભક્તા છે. 3, અશુદ્ધ નિશ્ચય નયથી, ચેતન ભાવરૂપ રાગ-દ્વેષનો ભોકતા છે. રાગ-દ્વેષ વિભાવ છે, પણ ચેતનનાં આશ્રયે ઉત્પન્ન થતાં હોય છે. તેથી તે ચેતનરૂપ છે. તેને ભોક્તા જીવ છે. જીવ રાગ અનુભવે છે તે ષ પણ અનુભવે છે. 4, શુદ્ધ નિશ્ચય નયથી જીવના મૌલિક ગુણો અનંતજ્ઞાન, અનંતદર્શન. અનંત વીર્ય અને અનંત સુખને ભોકતા છે. ગુણોનું પરિણમન સહજ રૂપે સમયે-સમયે થયા કરતું હોય છે. જીવ તેને અનુભવ લેતો રહે છે માટે તે ભાવોને ભોકતા છે. 5, પરમ શુદ્ધ નિશ્ચય નયથી જીવ અભોક્તા છે. આ નય ભોગ્ય અને ભેકતામાં ભેદ નથી સ્વીકારતે એ કેવળ શુદ્ધ નિરપેક્ષ સ્વભાવને જ ગ્રહણ કરે છે. જીવ પિતાનાં શુદ્ધ સ્વભાવરૂપે નિરંતર રહ્યા જ કરે છે તેથી તે અભોકતા છે. આમ વ્યવહાર અને નિશ્ચય નયથી આત્માનું ભોકતાપણું અભોકતા પણું બતાવ્યા પછી હવે શ્રી ગુરુ શિષ્યની શંકાનું સમાધાન આપે છે. ભાવ કર્મ નિજ કલપના, માટે ચેતન રૂપ, જીવ વીર્ય ની રણ, ગ્રહણ કરે જડધૂપ..૮૨..... કર્મ ત્રણ પ્રકારનાં 1, ભાવકર્મ, 2, દ્રવ્યકર્મ, 3, કર્મ, આત્માનાં રાગ-દ્વેષ રૂપ પરિણામ તે ભાવક છે. રાગ-દ્વેષ વિકાર રૂપ હેવા છતાં ચેતન આત્મામાં જ ઉત્પન્ન થાય છે માટે તેને ભાવ કર્મ કહ્યા છે. આ ભાવકર્મનું નિમિત્ત પામીને કર્મ વર્ગણાનાં પગલે ખેંચાઈ આત્મા પર આવે છે તે દ્રવ્યરૂપ છે, માટે તેને દ્રવ્યકમ કહ્યાં. અને બંનેનાં પરિણામ સ્વરૂપ શરીર તે ને-કમ છે.