________________ ઝેર સુધા સમજે નહીં 155 પરિમાણ પણ એવા જ તીવ્ર કે મંદ હશે. જીવના કષાય જેવા તીવ્ર કે મંદ હશે, બંધને પ્રાપ્ત પરમાણુઓની સ્થિતિ અને ફલદાયક શક્તિ પણ એવી જ તીવ્ર અગર મંદ હશે. આમ પહેલાં પ્રકૃતિબન્ધમાં કર્મો જ્ઞાનાવરણાદિ રૂપે પરિણમે છે. પ્રદેશબંધ - પુદ્ગલનાં એક પરમાણુને એક પ્રદેશ કહે છે તેથી જે પુદ્ગલ સ્કંધ કર્મરૂપ પરિણત થાય છે તે પુદ્ગલસ્કનું પરિમાણ, પરમાણુ વડે આંકવામાં આવે છે. જેમકે :–અમુક સમયમાં આટલા પરમાણુવાળા પુદ્ગલસ્કન્દ, અમુક જીવનાં કર્મરૂપ પરિણત થયા છે, તેને પ્રદેશબન્ધ કહે છે. - જે પુદ્ગલસ્કા કર્મરૂ૫ પરિણત થાય છે તેને કર્મવર્ગણ સ્કધ કહે છે. આ લેક પુદ્ગલાસ્તિકાયથી ઠસોઠસ ભરેલ છે. તે પગલે અનેક વર્ગણાઓમાં વિભાજીત છે. તેમાં એક કર્મવગણને વર્ગ પણ છે. આ કર્મ વર્ગણ જ જીવનાં પેગ અને કષાયનું નિમિત્ત પામીને કમરૂપ પરિણત થઈ જાય છે પરંતુ પ્રત્યેક જીવ એવી જ કર્મ વર્ગણાઓને ગ્રહણ કરી શકે છે કે જે તેનાથી અત્યંત નીકટ હેય. જેમ આગમાં તપાવેલા લેહનાં ગળાને પાણીમાં નાખવાથી, એ જે જગ્યાએ પડશે તે સ્થાનનાં પાણીને જ ગ્રહણ કરશે દૂરના પાણીને નહીં. એ જ રીતે જીવ પણ જે આકાશ-પ્રદેશમાં સ્થિત હોય તે જ આકાશ-પ્રદેશમાં રહેનારી કર્મવર્ણણાઓને ગ્રહણ કરે છે. વળી જેવી રીતે તપાવેલે લેહ ગળે પાણીમાં નાખવાથી ચારે તરફથી પાણીને ખેંચે છે તેવી જ રીતે જીવ પણ સર્વ આત્મપ્રદેશથી કર્મોને ગ્રહણ કરે છે. | ભજન પેટમાં જવા પછી કાલકમથી રસ, રૂધિર આદિ રૂપ થઈ જાય છે તેમ પ્રતિ–સમય જે કર્મવર્ગણાઓને જીવ ગ્રહણ કરે છે. તે કર્મ વર્ગણાએ પણ, એ સમયે જેટલા કર્મોને બંધ થવાને હૈય, એટલા ભાગમાં વહેંચાય જાય છે. આયુષ્ય કર્મને બંધ કાયમ નથી થતું. જ્યારે થાય છે ત્યારે એક અંતમુહૂર્ત સુધી જ, જીવનમાં એક જ વાર થાય છે. એ સમયે જેટલા કર્મ