________________ ભાવ કર્મ બેંજ કલ્પના...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના જીવને શુદ્ધ સ્વાભાવિક દશાના આનંદની અનુભૂતિ કરાવે છે. અનાદિથી અશુદ્ધ દશામાં પરિણત થઈ વિકૃત આનંદને જ જીવે માર્યો છે. સ્વ-સન્મુખ થયે નહીં તેથી નિર્મળ આનંદને માણી શકે નહીં. સાધનાને રહે ચડતે જીવ સ્વ-સમુખ થઈ, સ્વમાં પરિણત થવા માંડે છે. જેથી પરિણામે સર્વ બાહ્ય ભાવે છૂટી જાય છે. પિતે પિતામાં ઠરવા માંડે છે શાંત થઈ જાય છે. આવી દશાને ઝંખતે શિષ્ય ગુરુદેવ સમક્ષ અનેક શંકાઓ રજુ કરે છે. જીવ કર્મફળને ભેટતા છે કે નહીં ? એ સંદેહ શિષ્યનાં અંતરમાં ઉડયો છે. ગુરુદેવ સમક્ષ મૂકે છે. તેને સમજાવતા પહેલાં આત્મામાં ભાતૃત્વ કઈ-કઈ દષ્ટિથી ઘટી શકે તેને વિચાર કરી લઈશું. જેમ વ્યવહાર અને નિશ્ચય અને દૃષ્ટિથી આત્માનું કતૃત્વ વિચાર્યું એ જ રીતે ભકતૃત્વ પણ બને દષ્ટિથી આત્મામાં ઘટિત થઈ શકે છે. , વ્યવહારનયથી, એક રીતે જીવ ઈદ્રિને વિષયભૂત પદાર્થો થિી ઉત્પન્ન સુખ દુઃખને ભોકતા છે, તથા પદાર્થોને ભોક્તા છે. ઇન્દ્રિ દ્વારા પદાર્થોને ગ્રહણ કરવાથી સુખ અથવા દુઃખને અનુભવ સહુને છે. જેમકે :–અમુક સંગીત સાંભળ્યું બહુ મઝા આવી, અમુક દશ્ય જોયું જરાય ન ગમ્યું. મઝા આવી તે સુખ અને ન ગમ્યુ તે દુઃખ. આ ભોગ નિરંતર ચાલતું જ હોય છે. વળી પદાર્થ મેળવીને પણ સુખદુઃખ ભોગવવાના હોય છે.