________________ ભાવ કર્મ નિજ કલ્પના 149 રાગ-દ્વેષ એ આત્માનાં વિકારી ભાવે છે. આપણે પણ રાગ-દ્વેષને અનુભવ કરીએ છીએ તે ભાવાત્મક રીતે જ કરીએ છીએ કેઈ વ્યક્તિ કે વસ્તુને રાગ-પ્રીતિ આપણાં અંતરમાં છે, તે માત્ર અંતરથી જ અનુભવી શકાય. બહાર કે પદાર્થરૂપે દેખાડી ન શકાય. હા, રાગનાં પિષણ માટે થતા કાર્યોથી રાગને જાણી શકાય કે માપી શકાય. પણ રાગ જોઈ ન શકાય. એવું જ શ્રેષનું. એ પણ અંદરમાં અનુભવાય પણ બતાવી ન શકાય. દ્વેષનાં કાર્યને જાણું શકાય, જોઈ શકાય પણ એ કાર્યનાં કારણરૂપ દ્વેષને જાણ ન શકાય. આમ રાગ અને દ્વેષ ભાવાત્મક છે અને આત્માનાં વિકારી ભાવ છે માટે ભાવકમ છે. વળી એ આત્માનાં અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. જ્ઞાનદશામાં રાગાદિ નથી. આત્મા જ્ઞાન સ્વભાવથી સ્થૂત થાય છે ત્યારે કર્મોનાં ઉદયરૂપ પ્રવર્તતું અજ્ઞાન કેટલીયે વિકૃતિ પિદા કરે છે, તેમાં તે રાગ-દ્વેષને પણ પેદા કરે છે. જીવનાં અજ્ઞાનથી પિદા થતાં હોવાથી રાગ-દ્વેષને ચેતન માન્યા છે. આત્મા પિતે શાંતરસમય હોવા છતાં જ્ઞાન સ્વભાવમાં ન રહે ત્યારે તેનું આત્મવીર્ય સ્કુરાયમાન થાય. આ આત્મા અનંતવીય ને ધારક છે. આત્મા જેટલો સ્વભાવથી વધુ દૂર ખસે એટલું વધુ વીર્ય ફુરે અને જીવનાં મન, વચન, કાયાનાં યેગોને ચંચળ બનાવે. યોગોની ચંચળતા આત્માને પણ સ્થિર ન રહેવા દે. આત્મામાં કંપન પેદા થાય, આ કંપન વાતાવરણમાં પડેલ કમ પુદ્ગલેને ખેંચી કર્મરૂપ પરિણત કરે છે. આમ આત્મા જ અજ્ઞાને કરી કર્મને કર્તા બને છે. આત્મા જ્ઞાનભાવમાં રમતું હોય, સમ્યગદશી બની નિજ સ્વરૂપની રમણતામાં ઝૂલત હોય એ નિમિત્ત પામીને આત્માનાં અસંખ્ય પ્રદેશે રહેલ અનંતવીર્ય ઉલ્લસિત થાય, અંતભૂત થાય ત્યારે એ કેટી કર્મોની નિજર કરી નાખે છે. જીવમાં એક પ્રકારને ભાલ્લાસ પિદા કરે છે. જે જીવને અતિ વેગે સર્વ કર્મ ક્ષય તરફ દોરી જાય છે.