________________ ઝેર સદા સમજે નહીં ?.. વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના પરમાર્થ સાધવાની સાધના છે. જેને આજ સુધી પરમાર્થ સાથે નથી. માત્ર દેહ અર્થે ભૌતિક ઉપલબ્ધિઓની પ્રાપ્તિમાં જ એ પડશે રહ્યો. જીવને એ જાણ નથી કે દેહનાં, મનનાં, ઈન્દ્રિયેનાં સુખે કરતાં પણ, વિશેષ સુખ કયાંય મળે છે ! આત્મા-પરમાત્મા જેવા શબ્દો પણ જેના કાને નથી પડયા તેને ક્યાંથી ખબર હોય કે “હું આત્મા છું” તેમ હું જ પરમાત્મા છું” મારા પરમાત્મભાવને પ્રગટ કરી શકું છું. બંધુઓ ! જીવને જે Field માં જેટલો વિકાસ થયો હોય, એટલી જ ઈચ્છાઓ એને થાય. પછી ભલે પિતાના Field ની ઈચ્છાઓ અનેક હોય. જેમકે ભારતનાં તદ્દન નાનાં ગામડાઓ જે શહેરથી ઘણું જ દૂર અને અંદરના ભાગમાં છે, ત્યાં રહેનારા માણસે કદી ટ્રેઇન પણ જોઈ નથી. અરે ! એ જાણતો પણ ન હોય કે આવું કઈ વાહન હેાય કે જે એક ગામથી બીજે ખૂબ દૂરનાં ગામમાં લઈ જાય ! એને ટ્રેઇનમાં બેસવું છે એવો વિચાર પણ ન આવે તે Air માં બેસવાને વિકલ્પ જ કયાંથી ઉઠે ? આજનાં વિજ્ઞાને કરેલી શેઠેથી પણ એ બિલકુલ અજાણ, એને કોઈપણ જાતનાં વૈજ્ઞાનિક સાધનોથી સગવડતા મેળવી લેવાની ઈચ્છા પણ ન જન્મે ! આપણે પણ એ ગ્રામ્યજનથી કંઈ વિશેષ નથી. માત્ર દેહને ઇન્દ્રિએનાં પ્રદેશમાં જ વસ્યા છીએ. તેમાંથી બહાર નીકળી અમાપ રિદ્ધિને