________________ 146 હું આત્મા છું તેઓ જગતનાં પ્રપંચમાં પડતા નથી. એમ કહી તે દઈએ પણ તે, જગતનું તંત્ર જે વ્યવસ્થિત રીતે ચાલે છે તે કેણ ચલાવે છે ? આપણે જોઈએ છીએ કે વિશ્વ-નિસર્ગનાં સર્વ કાર્યો નિયમથી જ થઈ રહ્યાં છે. સૂર્યને ઉદય અને અસ્ત, ઋતુઓનું પરિવર્તન, દિવસ અને રાત્રિ, ગ્રહનું ફરવું, વૃક્ષનું ઉગવું, ઝરણાનું વહેવું વગેરે કિયાઓ નિયમિત પણે થયા જ કરે છે. એ બધું પણ થશે નહીં. એ જ ન્યાયે જીવનાં શુભા-શુભ કર્મનાં ભોગવવા માટેનાં સ્થાને સ્વર્ગ-નર્ક આદિ મનાયા છે તે વ્યવસ્થા પણ નહીં રહે. જીવને કર્મો ભોગવવાનાં સ્થાને જ ન હોય તે ભોકતાપણું પણ કેમ હોય ? શિષ્યનાં મનમાં એ વાતને બહુ ઊંડો પ્રભાવ છે કે વિશ્વનું તબ ઈશ્વર વિના ચાલી જ ન શકે. તેમજ કમેને ભગવટો પણ કોઈ મધ્યસ્થ શક્તિ કરાવે તો જ થઈ શકે. અન્યથા એ શક્ય નથી. કર્મફળનાં ભોકતૃત્વ વિષે શિષ્યનાં મનમાં આવી આશંકાઓ જન્મી છે. તે ગુરુદેવને કહે છે. હે ગુરુદેવ! મારા પર કૃપા કરે ! આપ તે ઉપકારી છે. તે મારા જેવા અજ્ઞાની ને અજ્ઞાન ભાવમાંથી બહાર કાઢવા મારે કર ગ્રહે. આધાર આપે. ! શિષ્યની નમ્ર વિનંતિને સ્વીકારી ગુરુદેવ તેની શંકાઓનું સમાધાન કરવા તત્પર થયા છે. સમાધાન શું છે તે અવસરે.