________________ 144 હું આત્મા છું અહીં શિષ્ય આ સંસ્કારી છે તેથી જ તેના હૈયામાં જિજ્ઞાસા છે. તેણે ત્રણ પદોને જાણ લીધા પછી મનમાં સંશય જાગે કે આત્મા કર્તા છે. કર્મો કરે છે તે ભગવતે પણ હશે જ ને ? કરેલા કર્મોનું ફળ તે જ હાય જ ને ! પણ ભેગવવા પાછળ કયું તંત્ર કામ કરતું હશે? ખૂબ વિચારતાં પણ મગજમાં બેસતું નથી. તેથી ઉપકારી ગુરુદેવની સામે હૃદય ખોલી નાખ્યું છવ કર્મ તો કહે, પણ ભકતા નહિ સોય, શું સમજે જડ કમ કે, ફળ પરિણમી હેય?..૭૯ ભત્તે ! જીવ કર્મને કર્તા છે એ તે મેં સ્વીકારી લીધું. શુભ ભાવ વડે જીવ પુણ્ય કર્મ કરે અને અશુભ ભાવ વડે પાપ કર્મ કરે. પણ પુણ્ય અને પાપ અને કર્મો તે જડ છે. તેનામાં જ્ઞાનશક્તિ નથી. તેઓને પિતાને એ ખબર નથી કે પોતે પુણ્યરૂપ છે કે પાપરૂપ છે. વળી સમય થતાં જીવને સારૂં ને માઠું ફળ આપવું એ પણ એને ખબર નથી. જીવે આવા કર્મો કર્યા છે માટે જીવને એ—એ પ્રકારનાં ફળ આપવા જોઈએ એવું જડ કર્મો કઈ રીતે જાણે? અને જીવને ફળ તે કર્મોનું જ મળે છે ને ? જે જડ કર્મો ફળ આપવા સમર્થ નથી તે જીવ કર્મ ફળને ભોક્તા છે એમ કઈ રીતે કહી શકાય ? વ્યવહારમાં પણ જડ પદાર્થો ને ઉપયોગ અને તેનું મળતું ફળ એ આપણું પ્રયત્નથી મળે છે. જડ એમ ને એમ ફળ નથી આપી દેતું. આપણે જમવા બેઠા, સામે થાળી પિરસેલી છે, રોજ એ જ થાળીમાંથી એ ભોજનનાં પદાર્થો ખાઈએ છીએ. પણ આપણે હાથમાં લઈ મુખમાં મૂકવું પડે છે. ભોજન એમ ને એમ મુખમાં પડી ને ભૂખની શાન્તિ રૂપ ફળ આપતું નથી. માટે જીવને જડ કર્મો ફળ આપી શકે નહીં તે તે ભોક્તા કેમ કહેવાય ? પણ આપ જે જીવ ને ભોક્તા કહે જ છે તે વળી એક પ્રશ્ન ઉભો થાય છે.