________________ 142 હું આત્મા છું શીલા, સુવર્ણમાં પરિવર્તિત થઈ ગઈ. પેલે આભો બની તે જ રહ્યો. આનંદઘનજી તેને કહે છે - ઉપાડ આ પથ્થર ! લઈ જા તારા ગુરુ પાસે ! એને કહેજે તમે તે રસાયણ મેકહ્યું. પણ હું તે તૈયાર સુવર્ણ જ આપું છું, જા મારા તરફથી ભેટ આપજે. પેલે સંન્યાસી વિલે મોઢે પાછો ફર્યો. બંધુઓ ! સાધનામાં એ શક્તિ છે કે, મહાપુરુષે જ્યારે સાધના કરે - ત્યારે એક બાજુ તે અમાપ કર્મ-નિર્જરા થતી જાય. તેથી આત્મ_વિશુદ્ધિ વધતી જાય અને બીજી બાજુ શુભ ભાવના થોકબંધ પુણ્ય બંધાય, અને પરિણામે આવી શકિતઓ પિદા થાય. ગીપુરૂષના શરીરમાં એવી શુદ્ધિ થઈ જાય કે તેમના શરીરમાંથી મળ-મૂત્રને ત્યાગ કરે તે પણ લબ્ધિયુક્ત હેય. સનસ્કુમાર ચક્રવર્તીને ઘૂંકમાં લબ્ધિ પેદા થઈ હતી કે ચૂકવાળી એક આંગળી શરીરના થડા ભાગ પર લગાડી તે રકતપિત્ત - વાળે એ ભાગ કંચન જે નિર્મળ થઈ ગયે. બંધુઓ ! સાધના કરનાર સાધકને આવી સિદ્ધિઓ તે ઘણું મળે પણ એ તરફ એનું લક્ષ્ય ન હોય. વળી આવી સિદ્ધિ માટે સાધના ન કરે. અનાયાસે લબ્ધિ થાય તે ભલે થાય. તેનાથી તેઓ લેભાય નહીં. સાચા ગુરુ પણ કદી શિષ્યને આવી પ્રલેશનકારી સાધના માટેનાં સૂત્રો ન આપે. શિષ્ય કદાચ જીદ કરીને એ સૂત્રો ગુરુ પાસેથી જાણે છે તે પણ ગુરુને તેને ખેદ હેય. એક શિષ્ય બાર વર્ષની સાધના, પાણી પર ચાલવાની સિદ્ધિ પામવા માટે કરી. એ પ્રાપ્ત કરીને, ઉછળતાં હૈયે ગુરુ પાસે આવીને પોતાની સિદ્ધિ પ્રાપ્તિની વાત ગર્વભર્યા સૂરમાં રજૂ કરી. ગુરુએ માત્ર એટલું જ કહ્યું. બેટા ! જે કાર્ય માત્ર બે પૈસામાં નાવિક કરી આપે તેની પાછળ તે જીંદગીનાં અમૂલ્ય બાર વર્ષ ગાળી નાખ્યાં ? બંધુઓ ! આ છે ભારતીય સાધકનું માનસ ! અહીં સાધનાની પરંપરા માત્ર આત્માની સિદ્ધિ કરવા માટે જ છે જિજ્ઞાસુ સાધકના અંતઃકરણમાં આત્માને જાણવા, સમજવાની, અનુભવવાની