________________ ભોગ્ય સ્થાન નહીં કોય...! વખરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમગ્રદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના, આત્મિક સિદ્ધિ આપે છે. કઈ પણ કાર્યું પરિણામ રહિત હોતું નથી. કાર્યનું ફળ તે હોય જ છે. આધ્યાત્મિક ક્ષેત્રે આરાધનાનું ફળ સિદ્ધિ છે. સિદ્ધિ એટલે સિદ્ધ દશા. સિદ્ધિ ને બીજો અર્થ ચમત્કારિક લબ્ધિ પણ થાય છે. વિશેષ પ્રકારની યોગ-સાધના વડે ગીઓ એ શક્તિ પામી શકે છે. જોકે સર્વ જવેમાં આ શક્તિ પડી હોય છે. અનાયાસે એ પ્રગટ થતી નથી. વળી સહુને એ જાણ નથી હોતી કે પિતામાં આવી શક્તિઓ હોઈ શકે ! તેથી કોઈ પુરૂષમાં આ લબ્ધિ જતાં માણસ આશ્ચર્ય પામે છે. પણ ગમે તે માનવ પ્રયાસ વડે લબ્ધિ પામી શકે છે. ચમત્કારિક લબ્ધિઓનું મૂલ્ય ભૌતિક જગત સુધી જ છે. તેનાથી કેઈ આભિક ઉન્નતિ થતી નથી. આત્મવિશુદ્ધિ થતી નથી, બલકે લબ્ધિઓને ઉપયોગ ભૌતિક ઉપલબ્ધિઓ માટે કરવામાં આવે તે આત્મા વિરાધક બને છે. માટે જ સાચા સાધક પુરૂષ લબ્ધિઓને પ્રયોગ કરે નહીં. મહાયોગી આનંદઘનજીના જીવન સાથે એક ઘટના જોડાયેલી છે. તેઓ નિર્જન વનમાં, આત્મ-મસ્તીમાં વિચરતા હતા. જગતની એમને પડી ન હતી. એક દિવસ એક વૃક્ષ તળે નિજાનંદમાં ઝુલી રહ્યાં હતાં. તે સમયે એક સંન્યાસી હાથમાં કંઈક કૂપ લઈને આવ્યું, અને કહ્યું. મહારાજ ! મારા ગુરુદેવે આપના માટે સુવર્ણ સિદ્ધિનું રસાયણ મે કહ્યું છે, જે વનસ્પતિના રસના મિશ્રણથી બનાવેલું છે.”