________________ ભોગ્ય સ્થાન નહીં કેય 143 જ લગની હોય છે. તેથી જ આત્મસિદ્ધિશાસ્ત્રમાં શ્રીમદ્જીએ છ પદોને શંકા સમાધાનરૂપે રજુ કર્યા છે. અહીં એક પ્રશ્ન તેના ઉત્તર સાથે જ ઉદ્ભવે છે. - શિષ્યનાં પ્રશ્નમાં કેટલું ઊંડું ચિંતન ભર્યું છે! ગહન ચિંતન વગર, આવા પ્રશ્ન થવાને સંભવ જ નથી આપણે જાણીએ છીએ કે શ્રીમદ્જીએ પિતે જ આ પ્રશ્નો ઉભા કર્યા છે અને પિતે જ જવાબ આપ્યા છે. આવા ઊંડા પ્રશ્નો એ સૂચવે છે કે શ્રીમદ્જીનું તત્ત્વ વિષયક ચિંતન કેટલું વિશાળ અને ગહન હશે. તત્વજ્ઞાન એક વાર વાંચી કે સાંભળી લેવાથી આત્મસાત્ થતું નથી, પણ તેને ખૂબ વાળવું પડે છે. ત્યારે જ આત્માની અનંત જ્ઞાનશકિત જાગૃત થાય છે. શ્રીમદ્જી પૂર્વનાં સંસ્કાર સાથે લઈને આવ્યા હતાં એ જ બતાવે છે કે પૂર્વ જન્મમાં તેઓએ જે જ્ઞાન મેળવ્યું હશે તે ઊંડા ચિંતન દ્વારા વાગોળીને પચાવ્યું હશે. તેથી જ આત્મા સાથે સંસ્કાર બનીને રહ્યું. અને આ જન્મે અનાયાસે જાગૃત થઈ ગયું. સામાન્ય માણસ કઈ એક તત્વ વિષે વિચારવા બેસે તે તેના વિચારો બે-પાંચ પળ ચાલે અને અટકી જાય, તેમાં ય link ન હોય. આગળ શું વિચારવું તેની સમજણ જ ના પડે. જ્યારે ચિંતનશીલ વ્યક્તિ જ્ઞાનાદિનાં વિચારો ને નિરંતર પોતામાં ઘોળ્યા કરતે હેય. શ્રીમદ્જી પણ ઊંડા તત્વજ્ઞાનના સંસ્કારને સાથે લઈને અવતર્યા તેથી જ આવી ઉત્કૃષ્ટ રચના તેમના દ્વારા થઈ બંધુઓ ! આપણે પણ વિતરાગની વાણીને સાંભળી તેનાં પર ચિંતન કરી આત્મા પર સંસ્કાર પાડીએ. આજે આપણામાં એ સંસ્કાર નથી દેખાતાં તેનું કારણ એ છે કે ગત જન્મમાં જે કરવું જોઈએ તે કરીને આવ્યા નથી. ત્યાં માત્ર વિષયનાં ભેગની મઝા જ માણી છે. તેથી એ સંસ્કારે ગાઢ છે, અને જ્ઞાન-દર્શનાદિનાં સંસ્કારો દેખાતાં જ નથી. આ નાના જીવનમાં ઘણું કરવાનું છે તે કરી લઈએ, આત્માને જ્ઞાન-દશનનાં ભાવોથી સંસ્કારિત બનાવી લઈએ !