________________ 138 હું આત્મા છું વિના તે ક્યાંય કોઈ વિષયને ગ્રહણ કરી શકતું નથી. તેથી તે ઇંદ્રિયે અને મનને હાથા બનાવી પિતે સ્વચ્છેદે વિતરણ કરે છે. જયારે આવું સ્વછંદે વિહરણ થાય ત્યારે તે કર્મોને કર્તા બને છે. જે દશે પિતામાં નથી એ પેદા કરે છે. તેથી ગુરુદેવે કહ્યું કે નિજભાન ગુમાવી, આત્મા કર્મના દોષથી દુષિત થાય છે. આમ કર્મનાં કતૃત્વ પદની સિધ્ધિ વ્યવહાર નથી કરી. સાથે-સાથે અન્ય દર્શનની માન્યતા--આત્મા સર્વથા અબદ્ધ છે અને પ્રકૃતિ બંધ કરે છે, કર્મ અનાયાસે આવ્યા કરે છે. કર્મ કરવાં એ જીવને સ્વભાવ છે, ઈશ્વર પ્રેરિત કર્મો બંધાય છે, વગેરે-વગેરેનું નિરાકરણ પણ સચોટ તર્ક દ્વારા આપ્યું. તેમજ નિશ્ચયનયે આત્મા જગતમાં કંઈ જ ન કરી શકે, કરવા સમર્થ પણ નથી. જગત જડ, આત્મા ચેતન એક-બીજાનું કશું જ ન કરી શકે. પણ આત્મા ભાનભૂલી જડ સાથે જડરૂપ પરિણમવા માંડે તે તે કર્મને કર્તા થાય છે. પણ નિશ્ચય નયે નિજ-સ્વરૂપમાં લીન હોય તે એ સ્વભાવને જ કર્તા છે બાકી કોઈને ય નહીં. ગુરુદેવે આપેલા આટલા નિરાકરણથી શિષ્યની શંકાએ નિમૂળ થઈ ગઈ. મનનું સમાધાન થઈ ગયું. આત્માનું કર્તૃત્વ કયાં સુધી છે તે શ્રધ્ધામાં ઉતરી ગયું તેથી ગુરુદેવ સમક્ષ પોતાની સમજણને સુંદર રીતે રજુ કરે છે. ત્રીજુ પદ તે મારે આત્મા જ કર્તા વ્યવહાર નયને આધીન વ્યવહાર કર્તા કમને જણાય પણ - નિશ્ચયે સ્વરૂપાધીન...મારી... ત્રણ પદની શ્રધ્ધા સંપૂર્ણપણે અંતરમાં જાગૃત થઈ ચૂકી છે. હવે ચોથા પદ વિષેની શંકાએ અવસરે....