________________ ચેતન જે નિજ ભાનમાં 137 વથી બહાર નીકળવું એટલે પરભાવમાં જવું. આત્માની જ્ઞાન પરિણતિ કયાંક ને કયાંક પરિણત થયા કરે છે. જે એ સ્વભાવમાં હોય તે અતિ ઉત્તમ, પણ સ્વભાવમાં ન રહી તે એ પરભાવમાં–જડભાવમાં તે થશે જ. પાંચ ઇન્દ્રિયે અને છઠ્ઠા મનને સંગ કરી સમસ્ત જગતમાં ભટકશે. વાસ્તવમાં જડ મન તે બિચારૂં ગમે ત્યાં ભટકે. એ કંઈ કરી શકતું નથી. જડ ને ક્યાં સંવેદન છે ? એને કયાંય જઈને કંઈ જોગવી લેવું નથી. મનની સામે ગમે તેટલા પદાર્થો આવે તે ભેગવી શકવાનું નથી. પણ જેને સંવેદન છે એ તે આત્માના જ્ઞાનમાં છે. જ્ઞાન મનને માધ્યમ બનાવીને ચૌદ રાજકમાં ભટકે છે, અને પછી બિચારા મનને તિરસ્કાર ખમવું પડે છે. આનંદઘનજી મહારાજે પણ મનને ઠપકાયું છે. તેઓ કહે છે— રજની, વાસર, વસતિ, ઉજજડ, ગયણ, પાયાલે જાય, સાપ ખાયે ને મુખડું થોથું, એહ ઉખાણે ન્યાય-હે કુંથુજિન આ મન રાત કે દિવસ જોયા વિના, વસ્તી કે નિર્જન પ્રદેશની પરવા કર્યા વિના, ગગન કે પાતાલની પરિસીમાને ભય સેવ્યા વિના, સર્વત્ર ભટકતું જ રહે છે. ભટકતા આ મનને પોતાને તો કાંઈ મળતું નથી. સાપ કોઈને ડંખ દે તે તેનું મુખ તે ખાલી ને ખાલી જ રહે છે. તેને કાંઇ સ્વાદ મળતો નથી. બંધુઓ ! આનંદઘનજી મહારાજે પણ એ જ વાત કરી. જડ મનને શું મળે ? જ્ઞાન પરિણતિ અવળી પરિણમે છે, અને મનની સાથે જયાં ત્યાં આથડે. તેથી એને તે વિભાવનું પિષક કોઈ સંવેદન પણ મળે. રાગાદિભાનું પિષણ થાય. તેમાં વિભાવે પરિણમેલે જીવ સુખ માને પણ જડ મનમાં સંવેદન શક્તિ નથી. તેથી તે ગમે તેટલું ભટકે છતાં તેને કંઈ જ મળતું નથી. હું તે કહીશ કે જડ મન સમજી જાય અને એ જયાં-ત્યાં ભટકતી જ્ઞાન-પરિણતિને સંગ છોડી દે તે તેને તે જગતને ઉપાલંભ ના સહે પડે ! વાસ્તવમાં જડ મન જ્ઞાન પરિણતિને ખેંચીને કયાંય લઈ જઈ શકે નહીં. પણ જ્ઞાન જ આત્મામાં ન રહેતાં બહાર નીકળે છે ત્યારે માધ્યમ