________________ ચેતન જે નિજ ભાનમાં 135 ને આપણે ધર્મ કહેતા હોઈએ છીએ. જે વ્યક્તિ એ બધું કરતી હોય તેને ધર્મિષ્ટ કહેતા હોઈએ. પિતે પણ પિતાને ધર્મિષ્ટ તરીકે ઓળખાવતે હોય અને અન્ય એમ માને તેમ પણ ઇચ્છતે હેય. પણ ધર્મિષ્ટ એટલે કોણ? ધર્મઈષ્ટ. જેને ધર્મ સિવાય બીજું કશું જ પ્રિય નથી તે ધર્મિટ. ધર્મ એટલે ઉપરના આચારો નહીં. પણ પિતાને ધર્મ. પિતે એટલે આત્મા. આત્માને ધર્મ, આત્માને સ્વભાવ એ જેને પ્રિય છે તે ધર્મિષ્ટ. ગીતામાં કહ્યું છે 'स्वधमे निधन श्रेयः परधर्मो भयावहः ' આ અત્યંત માર્મિક સૂત્ર છે. આને સ્થૂલ અર્થ તે માત્ર એટલે જ થાય, કે પિતાના ધર્મમાં મૃત્યુ પણ ભલું, પારકે ધર્મ ભયનું કારણ છે. સંપ્રદાયવાદી માનસ આને અર્થ એવો કરશે કે આપણે કુળ-પરંપરાને જે ધર્મ છે, તે ધર્મ ખાતર મરી ફીટવાની તૈયારી જોઈએ અને બીજાનાં ધર્મો તરફ દષ્ટિ કરીએ તે પણ ભય ઉત્પન્ન કરે. બંધુઓ! આ અર્થ તે સંપ્રદાયમાં પરસ્પર વિદ્વેષ જગાડે. એક જેન કહેશે મારે ધર્મ જ સાચે અને અન્ય સર્વ ધર્મો બેટા. એમ અન્ય સંપ્રદાયને માનનારો પણ એ જ કહેશે. અન્યના ધર્મને બેટા કહેનારે કલેશ વહોરી લેશે. તે ગીતાના આ સૂત્રે તે વેર-ઝેર ઉભા કર્યા. પણ બંધુઓ ! સૂત્રને નહીં સમજનાર, ધર્મની વાસ્તવિક વ્યાખ્યા નહીં જાણનાર તથા સંપ્રદાયને ધર્મ માનનાર, અજ્ઞાની જીવ જ આવે અર્થ કરે, એ અંતર્મુખ સૂત્રને ! શ્રીકૃષ્ણ એમ નથી કહેતા. સંપ્રદાય એ ધર્મ નથી. ફળ-પરંપરાની માન્યતા એ ધર્મ નથી. આપણા બાપ-દાદા એ જે સંપ્રદાયને માને તે સંપ્રદાય ધર્મ નથી. પણ અહીં સ્વને અર્થ છે આત્મા. આત્માને શુદ્ધ સ્વભાવ તે સ્વધર્મ. આ સ્વધર્મમાં જ ઠરવાનું છે, મરવાનું છે, સ્વધર્મમાં મરી ગયા તો નિર્વાણ મળી જશે. તેથી તે શ્રેયસ્કર છે. અર્થાત્ શ્રી કૃષ્ણ કહે છે કે મર્યા પહેલાં સ્વધર્મને પામી લે, પછી મરજે તે ભવભવની ભ્રમણા મટી જશે.