________________ ચેતન જો નિજ ભાનમાં...! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વર, જગતના ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ—ત્રિરત્નની આરાધના કમશઃ જીવને સ્વભાવદશામાં સ્થિર કરે છે. એ સ્વભાવદશા વધતાં-વધતાં એક સમયે એવી સ્થિતિ આવે છે કે જ્યાં જીવનું કર્તૃત્વ સમાપ્ત થઈ જાય છે. આત્મા કર્મને કર્તા છે કે નહીં ? આ પ્રશ્ન શિષ્યના મનમાં અનેક વિકલ્પ ઉભા થયાં અને ગુરુદેવે બહુ સચોટ શબ્દોમાં, સરળતાથી એ સર્વ વિકલ્પોનું સમાધાન કર્યું. શિષ્યના પ્રશ્નો વ્યવહાર નયને આશ્રિત હતા, તેથી ગુરુદેવે પણ તેના ઉત્તર વ્યવહાર નથી જ આપ્યાં. જીવ સ્વતંત્ર છે. તેનું પરિણમન પણ સ્વતંત્ર છે. આ વાસ્તવિક્તાને લક્ષ્યમાં રાખી હવે ગુરુદેવ નિશ્ચયનયથી આત્માનું અકર્તાપણું બતાવવા માગે છે. ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વતે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ...૭૮... હે તત્વજીજ્ઞાસુ શિષ્ય ! ચેતનની પ્રેરણાથી કર્મ થાય છે એવું મેં કહ્યું હતું પણ તે જ્યાં સુધી ચેતનની બહિર્મુખ વર્તના છે ત્યાં સુધી જ. જે ચેતન પિતાના ભાવમાં, પિતાના ભાનમાં વર્તતે હેય અર્થાત નિજનાં જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ આદિ ગુણોમાં રાચતે હેય તે એ પોતાના સ્વભાવને જ કર્તા છે. સ્વભાવદશામાં સ્થિર હોય તે તેને કર્મબંધ નથી. - આરાધક ભાવમાં રહેલ જીવ રાગાદિથી મુક્ત હોય, રાગાદિ છે ત્યાં કર્મ બંધ છે, માટે આરાધક જીવને કર્મબંધ ન સંભવે ! આરાધના શું છે ? જેને સ્થૂલ દૃષ્ટિએ, ધર્મના રાહે ચાલવુ તે આરાધના, એમ કહીએ. તે ધર્મ શું ? કિયા-અનુષ્ઠાને કે વ્રતપ્રત્યાખ્યાને