________________ 133 નથી તે જેણે સંપૂર્ણતા પ્રાપ્ત કરી લીધી તે જે પિતાની સ્થિતિથી થાકે કે કંટાળે છે તે સામાન્ય માણસની કક્ષામાં મૂકાઈ જાય વળી જે કૃતકૃત્ય થઈ ગયું હોય તે જ ઇશ્વર ! જેને કંઈ કરવાપણું બાકી છે તે ઈશ્વર નહીં ! ઈશ્વર તે નિષ્કામ હાય. એક બીજો પ્રશ્ન ! ઈશ્વર જીવને કર્મ કરવાની પ્રેરણા આપે તે એકને સારા કર્મની અને બીજાને ખરાબ કર્મની, એક ને પુણ્યની અને બીજાને પાપની, આવી પ્રેરણું શા માટે આપે ? જો આમ કરે તે તે ન કરે, તે અદ્ભુત સામર્થ્ય ધરાવનારે ઇશ્વર, જીવો પ્રત્યે પક્ષપાત કરે ? વળી પાપ કરનારો દુઃખી થાય, તેમાં ઈશ્વરને શું મજા આવતી હશે ? ઈશ્વર એવું છે કે પિતાનાથી પ્રેરાઈને કોઈ કર્મ કરે અને દુઃખી થાય? વળી ઈશ્વરમાં જગતનું ફ્તત્વ માનીએ કે આ સૃષ્ટિ ઇશ્વરે બનાવી છે, કારણ કેઇપણ ચીજ બનાવ્યા વગર બનતી નથી. ત્યાં પણ પ્રશ્ન થશે કે ઇશ્વરને કેસે બનાવ્યું ? જે એને બનાવનાર કોઈ બીજે ઈશ્વર હોય તે વળી પાછો એ જ પ્રશ્ન ! આમ પ્રશ્નને અંત નહીં આવે! અને ઇવર સ્વયંભૂ અર્થાત્ પિતાની મેળે ઉત્પન્ન થયે તેમ માનીએ, તે સૃષ્ટિ પણ પોતાની મેળે બને તેમાં શું વાંધે? આમ અનેક શંકાઓ જન્મવા માંડશે. સમગ્ર રીતે જોતાં ઈશ્વરનું કર્તૃત્વ કઈ પણ દષ્ટિએ ઘટી શકતું નથી ઈશ્વરને કર્મને ર્તા માનવા જતા તે ઈશ્વર ન રહેતાં, સામાન્ય માનવ બની જાય છે તથા સામાન્ય માનવની એ તાકાત નથી કે કઈને કર્મની પ્રેરણું ગુરુદેવે શિષ્યના મનમાં રહેલ ઈવર કર્તુત્વની માન્યતાનું નિરાકરણ કરી એ સમજાવ્યું કે ઈકવર કર્મને કર્તા નથી. આ વિષયના સર્વ વિકલ્પોનું સમાધાન આપ્યા પછી આત્માની વાસ્તવિક સ્થિતિ શું છે? આત્મા કયાં સુધી કર્તા છે અને પછી જ્યારે એ અકર્તા છે, કેમ પિતે જ સામાન્ય માનવી અને પોતે જ ઈશ્વર બને તે અવસરે.