________________ અસંગ છે પરમાર્થથી 131 વાસ્તવમાં આત્મા અસંગ જ છે પણ જીવ સ્વ-સ્વરૂપમાં ઠરે તે જ એ દશાને અનુભવ કરી શકે. કવિવર બનારસીદાસ આત્માની અસંગ દશાનું વર્ણન કરતાં કહે છે. જબહી હૈ ચેતન વિભાવસ ઉલટિ આપુ, સમૈ પાઈ અપની સુભાઉ ગહિ લીની હૈ. તબહી તેં જે જે લેને ગ સબ લીની, જે જો ત્યાગ જોગ સે સે સબ છાંતિ દિન હૈ. લેબેકો ન રહી ઠૌર ત્યાગવેકીં નાંહિ ઔર, બાકી કહા ઉબરયો જ કારજુ નવીની હૈ. સંગ ત્યાગિ અંગ ત્યાગ વચન તરંગ ત્યાગ, મન ત્યાગ બુદ્ધિ ત્યાગિ આયા સુધ્ધ કિન હૈ. જ્યારથી આત્માએ વિભાવ પરિણતિને છોડી, નિજ સ્વભાવને ગ્રહણ કરી લીધું છે, ત્યારથી ગ્રહણ કરવા ગ્ય ગ્રહણ કરી લીધું અને છોડવા ગ્ય છોડી દીધું છે. હવે ગ્રહણ કરવાનું કંઈ બાકી નથી રહ્યું અને છોડવાનું પણ નથી રહ્યું, તેમજ કેઈ નવું કાર્ય કરવા જેવું પણ નથી રહ્યું. સર્વ પરિગ્રહ, શરીર, અને વચનના તરંગને ત્યાગ કરી દીધે, વિકલ્પ તજી દીધાં, બુદ્ધિને છોડી દીધી અને આત્માને શુદ્ધ કરી લીધે. આ છે અસંગ દશા. આત્માનું મૌલિક સ્વરૂપ આજ છે. જીવ અંતર્મુખ થાય તે આ સ્વરૂપની અનુભૂતિ કરી શકે છે. ગુરુદેવ કહે છે, હે શિષ્ય ! આમ આત્મા અસંગ સ્વરૂપ હોવા છતાં અત્યારે તારા અનુભવમાં આવતું નથી તેથી એ નિશ્ચિત થાય છે, કે એ અશુદ્ધ છે, સમલ છે, સંગી છે અને તેથી જ કર્મને કર્તા પણ છે. શિષ્યને એક વિકલ્પ હજુ બાકી છે “અથવા ઈશ્વર પ્રેરણા એમ કહી કમને કર્તા જીવ નહીં પણ ઈશ્વર છે એમ કહેવા માગે છે. ગુરુદેવ તેનું સમાધાન આપે છે - કર્તા ઈશ્વર કેઈ નહીં, ઇશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગયે, ઈકવર દેષ પ્રભાવ.૭૭.