________________ 129 અસંગ છે પરમાર્થથી અસંગભાવ એટલે સર્વ–સંગ પરિત્યાગ. જેને બીજા શબ્દોમાં નિગ્રંથ દશા કહેવાય છે. બાહ્ય-આત્યંતર ગ્રંથીનું છૂટી જવું તે છે નિર્ચથતા. શ્રીમદ્જીએ પણ નિગ્રંથ દશા એટલે સર્વ સંબંધનાં તીક્ષણ બંધનને ત્યાગ એમ કહ્યું છે. ગ્રન્થ એટલે ગાંડ. બાહ્ય અને આત્યંતર ગાંઠોને ઊંડે સંબંધ છે. જીવ જ્યાં જન્મ ધારણ કરે, તેમાં ય મનુષ્યભવમાં આવે ત્યાં તેના કેટલાક સંબંધે અનાયાસે હોય છે કે જે આ જન્મમાં બાંધવા પડતા નથી. પૂર્વજન્મના ઋણાનુબંધના કારણે જ મા-બાપ, ભાઈ-બહેન અને અન્ય કુટુંબીજને સાથેના સંબંધો જન્મતાંની સાથે જ બંધાઈ જાય છે. સ્નેહીમિત્રો વગેરેના સંબંધો સમજપૂર્વક બાંધતો હોય છે. અર્થાત્ કંઈક ગાંઠ વાળી, શાની ગાંઠ વાળી ? જેની સાથે સંબંધ બાંધે તેના રાગ ભાગ સાથે પોતાના રાગની ગાંઠ વળે ત્યારે જ સંબંધ બંધાય છે. એ જ રીતે શત્રુતાના સંબંધ પણ છે. ત્યાં જીવ દ્વેષની ગાંઠ વાળે છે. આ છે બ્ધિ. જીવને નિગ્રંથ દશાની પ્રાપ્તિમાં આ ગાંઠે નડે છે. આત્માને ધ્યાનમાં પરોવાઈ જવું હોય તે પરોવાઈ શકતું નથી. સોયમાં પરોવવાના દોરામાં ગાંઠ હોય તે દરે સેયમાં આવે નહીં. અરે ! પરોવ્યા પછી દોરામાં ગાંઠ પડી તે કપડું સીવે તેમાં એ દોરે પસાર થઈ શકે નહીં ! બંધુઓ ! જ્યાં-જ્યાં ગાંઠ છે ત્યાં-ત્યાં આમ જ છે. ગાંઠ વિકાસને રૂંધી નાંખે છે. આગળ વધવા દે નહીં. પણ આપણું અવળાઈ તે જુઓ ! જીવને રાગ-અને ષ બંનેની ગાંઠે વધારવી ગમે છે. રાગના જેટલા સંબંધો વધે તે વધારવાની ઈચ્છાવાળે છે, અને શ્રેષના સંબંધે ને વધુ મજબૂત કરવાની ભાવનાવાળે છે આ જીવ. આ રાગ-દ્વેષની ગાંઠેને ઢીલી પાડી છેડી નાખવાને કે કાપી નાખવાને પુરુષાર્થ એ જ નિJથે-દશા પામવાને પુરુષાર્થ છે. સાથેસાથે આંતરિક નિર્ચથતા પણ પ્રાપ્ત કરવાની છે. તે વિભાવેને ત્યાગ એટલે કે રાગ-દ્વેષના ત્યાગથી જ પ્રાપ્ત થાય છે. આમ રાગ-દ્વેષની ભાગ–૨-૯