________________ અસંગ છે પરમાર્થથી...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ, અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના, ચૈતન્યની અનુભૂતિ કરાવે છે. ચૈતન્ય નું અર્થ ક્રિયાકારિત્વ શું છે તે સમજાવે છે. દરેક દ્રવ્યને પિતાની સહજ સ્થિતિમાં જે પરિણમન છે તે તેનું અર્થ ક્રિયાકારિત્વ છે અર્થાત દ્રવ્યમાં સાર્થક કિયા થઈ રહી છે. શિષ્યનાં મનમાં ઉદ્દભવેલી શંકા પાછળ આ રહસ્ય છે કે આત્મા કંઈપણ કરવા સમર્થ છે કે નહીં ? આત્માનું ચેતનત્વ ક્યાં સુધી કાર્યકારી છે? આજ સુધી જીવે જડની ક્રિયાઓને જ જાણે છે. આત્માની ક્રિયા વિશે અજાણ છે માટે જ આ શંકા થવી સ્વાભાવિક છે. ગઈકાલે જ એ વાત આપણે વ્યવહાર નય અને નિચય નય થી વિચારી. આત્માનું ભિન્ન-ભિન્ન પ્રકારે કર્તૃત્વ અને અંતે અકતૃત્વ છે. તેમજ શિષ્યની શંકાઓનું સમાધાન પણ ગુરુદેવે આપ્યું. ચેતન પ્રેરણ કરે તે જ કર્મ થાય અને જે કંઈ ન કરે તે જ કર્મ થાય નહીં. બહુ સીધે હિસાબ છે. રાગ-દ્વેષ જીવને સ્વભાવ નથી છતાં વિભાવમાં જઈ એ કર્યા જ કરે છે અને તેથી કર્મો આવ્યા જ કરે છે. રાગાદિ ભાવે કરવાનું જીવ છોડી દે પછી કર્મ નહીં આવે. આજ વિષયમાં શિવે કહ્યું હતું કે “આત્મા સદા અસંગ છે. અસંગી આમા, સર્વ સંગથી રહિત હોય પછી એ કર્મ કઈ રીતે ઉપાર્જન કરે ? ગુરુદેવ ઉત્તર આપે છે. કેવળ હેત અસગ જે, ભાસત તને ન કેમ? અસંગ છે પરમાર્થથી પણ નિજ ભાને તેમ-૭૬...