________________ 130 હું આત્મા છું મંદતા તે જ નિર્ગથે દશા. એ છે સર્વ સંગ પરિત્યાગ. બહારથી નેહી સ્વજને, પરિગ્રહ આદિને ત્યાગ અને અંતરથી રાગાદિ મમત્વને ત્યાગ. આવી અસંગ દશા જીવમાં આવે ત્યારે જ તેને સ્વને અનુભવ થાય. | સર્વોચ્ચ અસંગ દશામાં તે એક કર્મ પરમાણુની પણ સ્પર્શના રહેતી નથી, શ્રીમદ્જીને જ શબ્દોમાં એક પરમાણુ માની ન મળે સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડેલ સ્વરૂપ જો.... જ્યાં જીવને સર્વ પરમાણુઓને સંગ છૂટી જાય છે-એ છે અસંગ દશા. કર્મ પરમાણુઓથી ઘેરાયેલે જીવ જ સંસારમાં ભમે પણ આત્મ વિકાસની સર્વોચ્ચ સ્થિતિમાં કર્મ સહિત, સર્વ પરમાણુઓ છૂટી જાય. મન-વચન-કાયા અને કર્મ જે સર્વ પુદ્ગલ રૂ૫ છે તે ચૈતન્ય આત્માથી સર્વથા અલગ થઈ જાય છે ત્યાં આત્મા સંપૂર્ણ કલંક રહિત થાય છે અને અખંડ, નિશ્ચલ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આનું નામ છે સર્વથા નિગ્રંથ દશા, અને એ છે અસંગ દશા. ગુરુદેવ ફરમાવી રહ્યાં છે કે જે જીવની આ દશા હતા તે તેને એ દશાને અનુભવ જરૂર થયે હેત. પણ આજ સુધીને અનુભવ શું છે? આત્માને કઈ રંગ કે સંગ ન લાગે હેય એ અનુભવ કર્યો છે ખરો? બંધુઓ ! આપણે આપણું જીવન કાળના અનુભવને વિચાર કરીએ. તે સર્વ અનુભવે વ્યક્તિ કે વસ્તુના સંગથી જ જમેલા છે. પરપદાર્થની પ્રીતિ અને તેની સાથે ગાઢ સંગ જ આવા અનુભવનું કારણ બન્યાં છે. વિશ્વમંચ પર આ સિવાય ક્યા અનુભવો છે ? વધુ ઉંમરવાળે વ્યક્તિ એમ કહે કે હું ઘણે અનુભવી છું. મેં ઘણી લીલી–સૂકી જોઈ નાખી. તે બધું શું છે? ધન મેળવ્યું કે ગુમાવ્યું ! સંસારના સંબંધમાં સુખ મળ્યું કે દુઃખ મળ્યું. જગતનાં પદાર્થોને જોયા, જાણ્યા અને માણ્યા. બસ, આ જ છે જીવનને અનુભવ. આ બધા જ અનુભવે પરના સંગે જ પામે. પણ આત્માની અસંગ દશાને અનુભવ થયો નથી.