________________ 132 હું આત્મા છું પ્રથમ તે એ વિચારવું ઘટે કે ઈશ્વર કેને કહીએ? જે દર્શને ઈશ્વરમાં વિશ્વાસ કરે છે તેઓ આ વિશ્વની સર્વોચ્ચ તથા એક, અદ્વિતીય શક્તિ તે ઈશ્વર, એમ માને છે. વળી જેમણે અમાપ ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું છે તે ઈશ્વર. અશ્વર્ય અર્થાત્ ભૌતિક ધન-સંપત્તિ નહીં પણ આત્માની જે અલૌકિક, અપરિમિત, આનંદમય દશા એ જ છે ઈશ્વરનું ઐશ્વર્ય. આવી દશા જે પામી ગયા તે પોતાના શુદ્ધ, પરમશુદ્ધ સ્વભાવને પામી ગયા. આવી શક્તિનાં ધારક ઈશ્વર, પરભાવમાં એક ક્ષણ માટે પણ ન જાય. તેઓ માત્ર પિતાના અખૂટ એવર્યને આનંદ હમેશાં માણતા હોય. બંધુઓ! પરમ શુદ્ધદશા જેઓ પામ્યા છે તેઓ નિરંતર અદ્ભુત પરમાનંદની મસ્તીમાં જ હોય. તેને માણવામાં એટલા તન્મય હોય કે તેમાંથી બહાર નીકળે જ નહીં. સંસારની ભૌત્તિક સંપત્તિ ધારક Multimillionaire જે સુખને ન માણી શકે તે સુખને ઈવર માણતા હોય. કારણ એ છે કે ભૌતિક સંપત્તિ ગમે તેટલી હોય પણ માનવ બધી સંપત્તિને ભેગવી શકતા નથી. તેની પાસે જેટલું છે તેમાંથી પિતાને જોગવવાની એક સીમા હોય છે. અંદર બધું જ ભેગવી લેવાની તૃષ્ણ પડી હોવા છતાં સમય, શકિત તેને ઓછા પડે કે એ બધો જ ભેગ ન કરી શકે. પણ આમાનાં ઐશ્વર્યાને પામનાર વિશુદ્ધ આત્મા બધી જ આત્મરિદ્ધિને ભેગવટો કરતે હોય, અર્થાત્ તે સમયે - સમયે પિતાના અનંતજ્ઞાનાદિ ગુણોને અનુભવતા હોય. વળી આ અનુભવ એટલે ગહન હોય કે તેમાંથી એ આત્મા બહાર નીકળે જ નહીં. જ્યારે ઈશ્વરનું સ્વરૂપ આવું છે તે તેઓ પિતાના નિજાનંદની મોજ મૂકીને શા માટે જગતના જીના કર્મોના કર્તા થવા જાય? વળી એક ક્ષણ માની લઈએ કે એ આત્મભાવની રમણતામાંથી બહાર નીકળી ને કર્મ કરવાની પ્રેરણા આપે તે પ્રશ્ન એ થાય છે કે તેનામાં આવું કઈ કરવાની ઈચ્છા કેમ થઈ? એ ત્યાં થાકી ગયે, કંટાળી ગયું અને તેને કંઈ કરવાનું મન થયું એમ કહીએ તે ઈશ્વર પર કે મોટો દેષ આવે? એક સાધક આત્મા, આત્મસાધનાના પુરુષાર્થમાં છે તે પણ અદમ્ય ઉત્સાહથી વર્ષો સુધી પુરુષાર્થ કર્યા જ કરે છે, થાકતું નથી, કંટાળ