________________ હાય ન ચેતન પ્રેરણા 127 બધાં જ નિમિત્તો, કર્મ બંધ કરાવે તેવાં હતાં પણ જે ચેતન કરતું નથી, થતાં નથી તો કર્મ” આ ઉકિત ને તેમણે સાર્થક કરી બતાવી. ગુરુદેવ પણ એ જ ફરમાવે છે કે આમ હોવાથી કર્મ પિતાની મેળે અનાયાસ આત્મા સાથે બંધાય તે તેને સહજ સ્વભાવ ઠરતે નથી. બીજી વાત જે તું એમ કહે છે કર્મ કર્યા કરવાં તે જીવને ધર્મ છે તે તે વાત પણ યુકિત-સંગત નથી. ધર્મ તે એનું નામ કે જે દ્રવ્યથી જુદો ન પડે. સાકરની મીઠાશ તેનાથી કદી અલગ થતી નથી. કેટી ઉપાયે પણ તેમ થઈ શકે નહીં. એ જ રીતે કર્મ કરવાં એ જે જીવને ધર્મ જ હોય તે કર્મબંધ કરતે આત્મા કદી અટકે નહીં અને કદી કઈ જીવને મક્ષ સંભવે નહીં. એ કરેલાં કર્મોથી અકળાય નહીં, કારણ સ્વભાવ સહજ હેય. વળી આત્મા કર્મને ગ્રહણ કરનાર કર્તા છે અને કર્મ ગ્રાહ્ય પદાર્થ છે. તે ગ્રાહક અને ગ્રાહ્ય પદાર્થ ક્યારેય એક થઈ જતાં નથી. બંનેને અવિનાભાવ સંબંધ નથી પણ સંગ સંબંધ છે. તેથી હંમેશાં સાથે રહેનાર નથી. વળી આત્માનાં શુદ્ધ સ્વરૂપમાં કર્મનું કર્તાપણું નથી. આ તે અજ્ઞાને કરી જીવ એ પરિણમને પરિણમે છે. તે અજ્ઞાન એ મોટામાં મેટો ભ્રમ છે. બ્રમ કદી કાયમ ટકી શકે નહીં અને એ સર્વથા ત્યાજ્ય જ છે. આમ કર્મનું કર્તાપણું એ જીવન ધર્મ નથી. અહીં શિષ્ય કરેલી બે શંકાઓનું નિરાકરણ ગુરુદેવે કર્યું. એક કર્મને સહજ સ્વભાવે આત્મામાં આવવાપણું તેણે માન્યું હતું તે અને બીજે કર્મ કરવાં એ જીવને ધર્મ છે. હજુ આ વિષયમાં શિવે ઉભા કરેલ બીજા પ્રશ્નો છે. તેનું સમાધાન સદ્ગુરુદેવ કેમ આપશે તે અવસરે...