________________ હેય ન ચેતન પ્રેરણા 125 આત્મામાં પડેલાં કર્મો પણ જડ છે. એ આત્માને ઉદયમાં આવે પણ જીવ જે રાગાદિ ભાવ ન કરે તે માત્ર જડ કર્મોના ઉદયથી અન્ય કર્મો ને આશ્રવ થતું નથી. આત્મા પર પડેલ અનત-અનંત કર્મો ગમે તેટલાં શકિતમાન હોય પણ તેના પિતામાં પ્રેરક શકિત નથી કે તે બહારનાં કર્મ પુગલેને પ્રેરિત કરે અને પિતા તરફ ખેંચે. આ દષ્ટિથી જીવ કર્મને પ્રેરક ગણાય પણ કર્તા નહીં. જડ પદાર્થોમાં આ શક્તિ નથી. એ કેઈને પણ, કઈ રીતે પ્રેરિત કરી શકે નહીં. તમારી પાસે શાસ્ત્રને ઉત્તમ ગ્રન્થ છે. તે વર્ષો સુધી ઘરનાં કબાટમાં પડ રહે પણ અંદરથી તમને સ્વાધ્યાય કરવાના ભાવ ન જાગે અને ગ્રન્થ હાથમાં ન લે તે ગ્રંથ તમને પ્રેરણા આપે નહીં કે ભાઈ ! મને લે અને વાંચ. એ જ રીતે તમને ક્રોધ આવ્યો છે પાસે લાકડી પડી છે, તે એ ઉછળીને તમારા શત્રને વાગતી નથી પણ તમે હાથેથી ઉપાડી ને ફેકે તે જ એ કાર્ય કરે છે. અરે ! કઈ માણસ, શસ્ત્રોનું ગોડાઉન ભર્યું છે તેમાં જઈ કઈ માણસનું ખૂન કરી નાખે તે એક પણ શસ્ત્ર, પિતાની જગ્યાએથી ઉપડી તેને સજા આપે નહીં. કાયદાનાં હજાર પુસ્તકે પડયાં છે, તેની વચ્ચે જઈ ભયંકર અપરાધ કરનારની સાક્ષી, એ પુસ્તક બની શકતાં નથી. આમ જડ પદાર્થમાં કોઈને પ્રેરિત કરવાની શક્તિ નથી. જે એમ હેત તે ઘટ-પટ આદિ પદાર્થોમાં પણ રાગાદિ આવતા અને તે પણ કર્મ બાંધવા માંડત, પણ આપણે કદી કઈ જડ પદાર્થમાં ક્રોધ થતે જોયો નથી કે નથી એવા બીજા કોઈ ભાવે જેયા. આમ કર્મબંધ આત્માની પ્રેરણશક્તિથી જ થાય છે. એ શક્તિ જડમાં નથી. માટે જીવ કર્મને કર્તા છે, અને સાથે બીજી વાત શિષ્ય કહી હતી કે કર્મ જ કર્તા કર્મ” એ પણ ગ્ય કરતી નથી. ઉપર કહ્યું તેમ તેનામાં પ્રેરકશક્તિ નથી. - હવે શંકા કરનાર શિષ્ય ગાથાના ત્રીજા-ચોથા પદમાં જે કહ્યું હતું કે અથવા સહજ સ્વભાવ કાં, કમ જીવને ધર્મ.” આ બંને વિકલ્પોનું ગુરુદેવ નિરાકરણ કરે છે.