________________ 123 હેય ન ચેતના પ્રેરણા યેગ્ય પરમાણુઓને ગ્રહણ કરે છે, અને તે આત્મા સાથે ક્ષીર-નીરની. જેમ બંધાઈ જાય છે. આમ એ જડ કર્મને કર્તા થયા. 2, વ્યવહાર નયે આત્મા ગ્રામ, નગર, ઘટ-પટ આદિ પદાર્થોને કર્તા છે. વ્યવહારમાં જેટલા પદાર્થો બને છે તે કેકના, દ્વારા બનતા આપણે જોઈએ છીએ. વળી એ જાતને શબ્દ પ્રયોગ પણ થાય છે કે આ ઘડે કુંભારે બનાવ્યું. આ મકાન કડિયાઓએ બનાવ્યું. આ કામ મેં કર્યું એમ ઉપચારથી, આમ જ વ્યવહાર થાય છે. વાસ્તવમાં જોઈએ તે જે કાર્ય જે પરમાણુઓથી બન્યું તે પરમાણુઓ તે - તે રૂપે પરિણમવાની યેગ્યતાવાળા હતા અને વ્યક્તિનું નિમિત્ત પામીને પરિણમ્યા. જેમકે માટીને ઘડો બને. માટીમાં ઘડે બનવાની યોગ્યતા હતી અને કુંભાર તેનું નિમિત્ત બન્યો અને વ્યવહારથી એમ જ કહેવાય કે ઘડે કુંભારે બનાવ્યું. તે વ્યવહારનયે આત્મા પદાર્થોને કર્તા છે. 3, અશુદ્ધ નિશ્ચયનયે આત્મા ચેતન કર્મોને કર્તા છે. વાસ્તવમાં કર્મો તે જડ છે. પણ જડ કર્મોનું નિમિત્ત પામી આત્મામાં રાગાદિ ભાવે થાય છે, આત્મા તે ભાવને કરે છે. તેથી રાગાદિને ચેતન કર્મ કહ્યાં. આ રાગાદિ એ જીવને પિતાને સ્વભાવ નથી, પણ જીવને વિકાર છે. તેથી અશુદ્ધ નિશ્ચયનયે આત્મા રાગાદિને કર્તા છે. - 4, શુદ્ધ નિશ્ચયનયે આત્મા નિજ સ્વભાવરૂપ અનંત જ્ઞાનાદિને કર્તા છે. અનંતજ્ઞાન આત્માને ગુણ છે. ગુણમાં પર્યાયે થયા કરે છે. જીવ જ્ઞાનની પર્યાને કરે છે તેથી શુદ્ધ નિશ્ચયનયે એ જ્ઞાનાદિને કર્તા છે. 5, પરમ શુદ્ધ નિશ્ચયનયે આત્મા અકર્તા છે. આત્મા તેના સહજ સ્વરૂપમાં અખંડ અને અવિકારી છે. સ્વભાવ છે તે ત્રિકાળી સત્ય છે. તેને કરે પડે નહીં. પાણીમાં રહેલી શીતળતા પાણીમાં હોય જ. શીતળતા માટે પાઈને કંઈ કરવું પડતું નથી. તેમ આત્મામાં રહેલ ત્રિકાળી સ્વભાવ પરમ પરિણામિક ભાવ છે તે માટે તેને કંઈ કરવાપણું નથી. તેથી પરમ શુદ્ધ નિશ્ચયનયે આત્મા અકર્તા છે.