________________ તેથી જીવ અબંધ 121 આ ચારેય કારણોને જોતાં એમ લાગે છે કે જે જીવ કર્મ કરતે નથી, તે અકર્તા છે. તે તે બંધાયેલે પણ નથી. જે બંધાયેલા છે તેને મુક્ત થવાની ઈચ્છા હોય. પણ બંધન નથી તેને મુક્તિ પણ શાની ?તેથી તે મેક્ષનો પુરુષાર્થ શા માટે કરે? વળી જે કંઈ કરી શકતો જ ન હોય તે મોક્ષને પુરુષાર્થ પણ કેમ કરી શકે? તેનામાં કંઈ પણ કરવાનું સામર્થ્ય જ નથી. બીજો વિકલ્પ આત્મા કર્મ કર્તા છે. તે તે તેને સ્વભાવ કરે છે. જે સ્વભાવ છે તે જીવથી જુદો ન પડે. તે કર્મનું કરવાપણુ જીવમાં હંમેશાં રહે જ, તે જીવથી દૂર ન થાય અને એમ જ છે તો પણ જીવને મક્ષ ન સંભવે.. | માટે હે ગુરુદેવ! આપ મેક્ષના પુરુષાર્થની પ્રેરણા આપે છે તે પણ વ્યથ કરે છે. મારા મનની આ બધી જ શંકાઓ મને મુંઝવી રહી છે માટે આપ કૃપા કરી મને સમાધાન આપે. અહીં શિષ્યોના પ્રશ્નોથી, એની તવ વિચારણાથી એ સ્પષ્ટ પ્રતિત થાય છે કે શિષ્ય દર્શનને અભ્યાસી છે. પણ દાર્શનિકેની પરસ્પર વિરોધી માન્યતાઓથી તે મુંઝાઈ ગયા છે. ગુરુદેવ તવાનુભવી છે. ધર્મનાં ઊંડાં રહસ્યના જાણકાર છે. તેઓ સમજે છે કે દર્શનની ચરમ પરિણતિ ધર્મ છે. જ્યાં દર્શન વિરોધી મતના કારણે અસમંજસ ઉભી કરે છે ત્યાં ધર્મ પરસ્પર સામંજસ્ય સ્થાયી તત્વનાં રહસ્ય સરલતાપૂર્વક સમજાવે છે, એટલે જ ધર્મમય તત્ત્વને જાણવા માટે શિષ્ય ગુરુદેવને વિનવી રહ્યો છે. શિષ્યની વિનતિને સ્વીકાર કરી ગુરુદેવ શું ફરમાવશે તે અવસરે.