________________ 124 હું આત્મા છું આ રીતે જીવ સાથે કર્તાપણું કેટલીક દષ્ટિથી ઘટી શકે છે અને કેટલીક દષ્ટિથી જીવ અર્તા છે. સ્યાદ્વાદ સિદ્ધાંત જીવને કર્તા અને અકર્તા બંને માને છે. નાટક સમયસારમાં બનારસીદાસ આ તત્વ સમજાવે છે ગ્યાન સરુપી આતમાં કરે ગ્યાન નહિ ઔર દરબ કરમ ચેતન કરે, યહ વિવહારી દૌર.... જ્ઞાન સ્વરૂપી આત્મા જ્ઞાન સિવાય બીજુ કંઈ કરતા નથી પણ જે એમ કહેવાય છે કે દ્રવ્યકર્મ ચેતન કરે છે તે વ્યવહાર નયથી છે. બનારસીદાસ પણ નિશ્ચયથી આત્માને જ્ઞાનને કર્તા કહે છે અને વ્યવહારથી કમરને કર્તા કહે છે. આ બધી જ માન્યતાઓને લક્ષ્યમાં રાખી ગુરુદેવ પિતા તરફથી શિષ્યને સમાધાન આપે છે. હેય ન ચેતન પ્રરણું, કેણુ ગ્રહે તે કર્મ ? જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ..૭૪.. શિષ્ય શંકા કરતાં કહ્યું હતું કે “ર્તા જીવ ન કર્મ ને તેના ઉત્તરમાં ગુરૂદેવ ફરમાવે છે કે અવકાશમાં રહેલ કર્મવર્ણનાં પુગલેને આત્મા તરફ ખેંચાઈને આવવામાં કેણ પ્રેરિત કરે છે ? આત્મામાં જ્યારે રાગશ્રેષનાં સ્પંદન થાય, આત્મા કંઈક ભાવ કરે ત્યારે એ ભાવેનાં તરંગે બહાર આવે છે, અને અવકાશમાં વિહરતાં કર્મ વર્ગણાનાં પુદ્ગલેમાં ખળભળાટ પેદા કરે છે. તે તે બિચારા પિતાની સહજ સ્થિતિથી વાતાવરણમાં વિહરતાં હૈય, બહારથી શરીરને સ્પશી–સ્પશીને ચાલ્યાં જતાં હોય, શરીર-મન કે આત્માને કઈ અસર કરતાં ન હોય, પણ આત્માના રાગાદિભાવેના તરંગે શરીરથી બહાર આવી કર્મવર્ગણનાં પુદ્ગલેને આત્મા સાથે જોડવા પ્રેરિત કરે છે. તેથી કર્મ પુગલો ખેંચાઈને આત્મા સાથે લાગી જાય છે. આત્માની પ્રેરણ વગર આ થતું નથી.