________________ હોય ન ચેતન પેરણા...! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના કરનાર જીવ કમશઃ અકર્તા ભાવને પ્રાપ્ત થતું જાય છે. આત્મવિશુદ્ધિ વધતી જાય, તેમ-તેમ વધતી આમસ્થિરતા નિષ્કામતામાં પરિણમે અને કર્મબંધ ઓછા થાય. જીવના સત્ પુરુષાર્થ વડે જ આ સાધી શકાય છે. જીવ વિરાધક માર્ગે પુરુષાર્થ કરે તે કર્મોના થેક વધતા જાય પણ આરાધક માર્ગમાં પુરુષાથી બને તે કર્મને નાશ થવા સાથે નવા કર્મ બંધ પણ ઓછા થાય. જિજ્ઞાસુ શિષ્યના મનમાં એ જ શંકા છે કે શું કર્મબંધને પુરુષાર્થ જીવ વડે જ થાય છે કે અન્ય કઈ કારણ છે? અર્થાત્ જીવ કર્મને કર્તા છે કે નહી? આ પ્રશ્ન ગુરુદેવ સમક્ષ રાખે છે. ગુરુદેવ ઉત્તર આપે તે પહેલાં આપણે આ વિષયમાં થડે વિચાર કરીએ - જીવના કર્તાપણું વિષે જુદી-જુદી દષ્ટિથી વિચારવું આવશ્યક છે. જૈન પરંપરાને સ્યાદ્વાદ સિદ્ધાંત નયાત્મક છે. પ્રત્યેક વસ્તુને જુદા-જુદા નથી અભ્યાસીને જ નિર્ણય આપે છે. તેમાં મુખ્ય નય બે, વ્યવહાર નય અને નિશ્ચય નય.. વળી તેના વિવિધ પ્રકાર. વ્યવહાર નયથી બે પ્રકારે વિચારાય. 1, વ્યવહાર નયે આત્મા, જડકર્મને કર્તા છે. કર્મ સહિત આત્મા રાગ-દ્વેષ કરે છે. કર્મના ઉદયે જીવને રાગ પણ થાય અને દ્વેષ પણ થાય રાગ-દ્વેષમાં જીવ ભળી જઈ પોતે રાગરૂપે પરિણમવા માંડે. તેથી આત્મ-પ્રદેશમાં સ્પંદન થાય અને એ સ્પંદન, શરીરે તેલ લગાવેલ માણસ ધૂળની રજને ગ્રહણ કરી લે છે તેમ - વાતાવરણમાં રહેલ કર્મ