________________ 120 હું આત્મા છું જે આ બધા વિકલ્પ યોગ્ય ન હોય તે– આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ અથવા ઈશ્વર પ્રેરણું, તેથી જીવ અબંધ..૭ર. આત્મા અસંગ સ્વભાવી છે. શુદ્ધ-બુદ્ધ-નિર્મળ છે. રાગ-દ્વેષ તે તેને સ્વભાવ નથી. આવો શુદ્ધ સ્વરૂપી આત્મા કર્મ કઈ રીતે કરે? માટે સત્વ, રજસ્ અને તમસુ આવી ત્રિગુણાત્મક પ્રકૃતિ છે તે જ કર્મ કર્યા કરતી હેય, તેમાં આત્માને કંઈ લેવા દેવા નહીં. તેથી બંધ તે પ્રકૃતિને થયે, આત્મા અબંધ છે. આ માન્યતા પણ સાંખ્ય વેદાંત દર્શનની છે. શિષ્ય એ માન્યતાના આધારે જ આવી શંકા ઉઠાવે છે. તથા ગ–નિયાયિક દર્શનવાદીઓ આત્માના અસ્તિત્વને સ્વીકારતા હોવા છતાં સૃષ્ટિકર્તા રૂપ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે. તેથી જગતમાં જે કંઈ થઈ રહ્યું છે તે ઈશ્વરની પ્રેરણાથી જ થઈ રહ્યું છે. તેમાં જીવ જે કર્મ કરે છે તે પણ ઈશ્વરની પ્રેરણાથી જ કરે છે. આવી માન્યતા પણ છે. આ વાત શિષ્યના મનમાં બેઠી છે તેથી એ કહે છે, કે જીવ કશુંય કરતું નથી પણ ઈશ્વર તેની પાસે કરાવે છે. તેથી આત્મા તે અબંધ જ કરે છે. કોઈપણ તક વડે આત્મા કર્મને ર્તા સાબિત થતું નથી અને એમ જ હોય તે મેષ ઉપાયને પણ કોઈ હેતુ નથી– માટે મોક્ષ ઉપાયને, કેઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહીં, કાં નહી જાય...૭૩... શિષ્ય કહે છે ગુરુદેવ! ઘણું વિચાર્યા પછી એમ લાગે છે કે (1) કાંતે જીવ કર્મને કર્તા નથી અથવા (2) કર્મને કર્તા છે તે એ કર્તા પણું તેનું કાયમનું છે. પ્રથમ વિકલ્પ વિચારતાં કર્મનું કર્તાપણું જીવમાં ઘટિત ન થતાં અન્ય-અન્યમાં ઘટે છે. 1, કર્મ-કર્મને ર્તા છે. 2, કમને સહજ સ્વભાવ છે કે તે આમા પર આવ્યા કરે છે. 3, પ્રકૃતિ જ કમ બંધ કરે છે અને 4, ઈશ્વર પ્રેરિત કર્મ બંધાય છે.