________________ તેથી જીવ બિંદ્ય ! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના કર્મ–કલંકને નાશ કરનારી છે. વિશુદ્ધ આત્માને કર્મ, એ કલંક છે. અને કર્મ છે ત્યાં જ સંસાર છે. કર્મને નાશ થતાં સંસારને નાશ થઈ જાય છે. જિજ્ઞાસુ શિષ્યના અંતરમાં ઉદ્દભવેલી બે શંકાઓનું સમાધાન થઈ ચૂકયું છે. “આત્મા છે અને તે નિત્ય છે. આ શ્રદ્ધા અંતઃકરણમાં ઊડી ઉતરી ગઈ છે. વિચારક શિષ્ય આ બંને પદો પર વધુ વિચારણા કરે છે. દ્રવ્યાત્મક અને પર્યાયાત્મક દૃષ્ટિની વિચારણા એના મનમાં બીજી શંકાઓ જન્માવે છે. દ્રવ્યથી આત્મા નિત્ય છે છતાં વિવિધ પર્યાયરૂપ પરિણમે છે. જે જગતના સર્વ જેને જોતાં પ્રતિભાસે છે. વળી સર્વ જેમાં વિભિન્નતાને પાર નથી. આ વિભિન્નતાનું કંઈક મજબૂત કારણ હોવું જ જોઈએ. કારણ વિના કેઈ કાર્ય સંભવી શકે જ નહીં. આ વિચાર કરતાં શિષ્યના મનમાં એ સત્ય જાગૃત થયું કે જેની ભિન્ન-ભિન્ન પર્યાનું કારણ કર્મ જ હોવું જોઈએ. જે કારણમાં કર્મ હોય તે કર્મ કેણ કરે? શું આત્મા જ કર્મ કરતે હશે ? કે કેઈ અન્ય ? આ શંકામાં નિમિત્તભૂત છે સાંખ્યાદિ દર્શન. કારણ સાંખ્ય દર્શન, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ ભૂત, પાંચ તન્માત્રા, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ વીશ તો અને પચ્ચીશમાં પુરુષને તત્ત્વરૂપ માને છે. તેમાં પુરુષ અર્થાત્ આત્માને