________________ તેથી જીવ અબંધ 119 અકર્તા અને અભક્તા માને છે. તેથી શિષ્યને એ શંકા છે કે આત્મા કર્મને કર્તા હોય કે નહીં ? તે વિષે વિચારતાં જે-જે પ્રશ્નો ઊયા તે ગુરુદેવની સમક્ષ રાખે છે. કર્તા જીવ ન કમને, કર્મ જ કર્તા કર્મ, અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવને ધમ....૭૧.... હે ગુરુદેવ ! જીવ કર્મને કર્તા હોય એમ જણાતું નથી. પણ કમ જ કર્મને કર્તા હેય. જીવ પર કર્મો સત્તામાં પડયાં છે તે કર્મો જ પિતાની પરિસ્પંદન વડે બીજા કર્મોને ખેંચતા હોય. માટે કર્મથી, કર્મ સાથે કર્મ બંધાય. કારણ આત્મા ચૈતન્ય છે અને કર્મ જડ છે, વળી કર્મ જેનાથી થાય છે તે મન-વચન કાયાના યોગ પણ જડ છે. જડ દ્વારા થયેલી પ્રવૃત્તિ જડ કર્મોને ગ્રહણ કરે છે. તે જડ કર્મો, જડ સાથે જ બંધાય. જડ-ચેતન સાથે કઈ રીતે બંધાય ? એક દોરી વડે કોઈ પણ વસ્તુને બાંધે, તે દેરીની ગાંઠ દોરી સાથે જ પડે, એ વસ્તુ સાથે ન પડે. કૂતરાના ગળામાં સાંકળ નાખે તે સાંકળનું ગઠબંધન સાંકળ સાથે થાય કૂતરાનાં ગળા સાથે ન થાય. એ જ રીતે જડ કર્મો, ચેતન આત્મા સાથે ન બંધાય પણ જડ કમે સાથે જ બંધાય. વળી આત્મા અરૂપી અને જ્ઞાનીની દષ્ટિએ કર્મરૂપી. તે અરૂપી સાથે રૂપીનું બંધન ન થાય. રૂપીથી રૂપી બંધાય. કર્મો સાથે જ કર્મો બંધાય એ તર્ક યુક્તિયુક્ત લાગે છે. જે આમ નથી, તે કર્મનું આત્મામાં આવવું એની મેળે થયા કરે છે. કમને એ સ્વભાવ હોવો જોઈએ કે અનાયાસે, આત્માનાં કેઈપણ પ્રકારનાં પ્રયત્ન વિના જ આત્મામાં આવ્યા કરે. પણ આમ માનતા, આત્માનું કતૃત્વ સિદ્ધ થતું નથી. એમ પણ નહી તે જીવને જ સ્વભાવ હશે કે એ કર્મ કર્યા જ કરે. પણ આ વાત માનવા જતાં જીવનમાં મોક્ષની સંભાવના નથી લાગતી. કારણ સ્વભાવ તે એનું નામ જે દ્રવ્યથી કદી અલગ ન થાય. તેથી જીવ હંમેશાં કર્મ કર્યા જ કરે તે મુક્તિ થઈ શકે નહીં.