________________ 114. હું આત્મા છું ભાગ રૂપ અણુને જોઈ લીધે ! વિચાર તે કરે બંધુઓ ! કેવળી પર માત્માની શક્તિ કેવી જબરદસ્ત હશે કે જે વસ્તુને જોવા-જાણવા માટે વિજ્ઞાન કરડે નહીં અરબે રૂપિયાનું પાણી કરે છે. આખી ને આખી જંદગી ખચી નાખે છે. સર્વસ્વને ભેગ આપે છે છતાં નથી જોઈ શકાતી. તે વસ્તુને, અરે ! માત્ર વસ્તુ જ નહીં, વસ્તુનાં ગુણ અને તેમાં થતી સમય-સમયની પર્યાને સમય માત્રમાં જોઈ લે ! કેવળજ્ઞાનમાં એક સાથે આખું વિશ્વતંત્ર એક સમયમાં ઝળકે ! તે કેવળી પરમાત્માની લેબોરેટરી કેવડી ? પ્રયોગો કેવા ! શક્તિ કેટલી ? બંધુઓ ! અનંતના આરાધક આત્માઓ અનંતને પામી ગયા. કેવળીએ પ્રગટ કરેલી બધી જ શક્તિઓ અનંત ! જ્ઞાન અનંત, દર્શન અનંત, વીર્ય અનંત અને સુખ અનંત ! અનંતને પામવાવાળા જ અનંત દ્રવ્યને જાણું શકે. અરે ! દ્રવ્યની અનંતતાને જાણી શકે ! દ્રવ્યની અનંત શક્તિઓને માપી શકે ! કેવળી પરમાત્માએ જોયેલા પરમાણુને સીમિત વૈજ્ઞાનિક શક્તિઓ શું માપી શકે ? તેથી જ કેવળી પરમાત્માએ કહ્યું કે પરમાણુ કેઈથી ઉત્પન્ન નથી થતે અને નાશ પણ પામતે નથી દેખાતા વિનાશકારી પદાર્થો એ બધાં જ પરમાણુઓનાં કધો . સ્ક તૂટે છે, નાશ પામે છે અને તેની અંતિમ અવસ્થારૂપ પરમાણુરૂપે અનાદિકાળથી આ વિશ્વમાં રહ્યાં છે અને અનંતકાળ સુધી રહેશે. ગુરુદેવ શિષ્યને કહી રહ્યા છે. હે વત્સ ! જડનું સૂફમતમ સ્વરૂપ મેં તને બતાવ્યું. હવે હું તને પૂછું છું કે તારી માન્યતા મુજબ ચેતન-આત્માને નાશ થતું હોય તો તેનું અંતિમ પરિણામ શું? તે તું મને બતાવ ! - શિષ્ય વિચારમાં પડ્યો. ગુરુદેવનાં પ્રશ્નને શું જવાબ હોઈ શકે તેને ગણધર ગૌતમે, પ્રભુ વરને પૂછેલે પ્રશ્ન યાદ આવ્યું. ગૌતમે પ્રભુને પૂછ્યું હતું કે આ જીવની ઉત્પત્તિ ક્યારે થઈ ? શેમાંથી થઈ?