________________ કેમાં ભળે તપાસ 113 વિશ્વને એક “સનાતન સિદ્ધાંત છે કે જે વસ્તુ છે તેને કદી નાશ થતું નથી અને જે નથી તેની કદી ઉત્પતિ થતી નથી. ઉત્પત્તિ અને વિનાશ દેખાય છે તે માત્ર તે-તે પદાર્થની અવસ્થાઓને. પદાર્થમાં એક અવસ્થા ઉભી થાય છે અને સમયનું નિમિત્ત પામી તે અવસ્થાનું રૂપાંતર થાય છે. જેમકે માટીને ઘડે. ઘડો એ કઈ પિતામાં સ્વતંત્ર પદાર્થ નથી. કાલે કાંઈ જ ન હતું અને આજે ઘડે ઉત્પન્ન થઈ ગયે તેમ નથી થયું. ઘડો બનવા પહેલાં માટી હતી. માટીને કેઈએ બનાવી નથી પણ તે પરમાણુરૂપે છે જ. માટીના પિંડમાંથી ઘડે બને. અર્થાત્ પરમાણુઓની માટીરૂપ પર્યાય હતી તે ઘડારૂપ થઈ. એ જ ઘડો ફૂટી જાય ત્યારે તેના ઠીકરા થઈ જાય. તેમાંથી ભૂકો થઈ જાય. તેમાંથી પણ બારીક પાવડર થઈ જાય. અંતે વાતાવરણમાં ફેલાઈ જાય. ઘડાના નાશની જુદી-જુદી અવસ્થાઓ થયા પછી છેલે એ પરમાણુરૂપે તે રહી જ જાય. પરમાણુઓને નાશ થાય નહીં. પુદ્ગલેના મોટામાં મોટા ઔધોનું નાશરૂપ અંતિમ પરિણમન એટલે જ પરમાણુ. પરમાણુઓ પછી કેઈ આગળ અવસ્થા નથી. પરમાણુઓને નાશ ન થાય, તેમ તેની ઉત્પત્તિ પણ થાય નહીં. દુનિયાની કેઈપણ શક્તિ પરમાણુને ઉત્પન્ન ન કરી શકે કે નાશ પણ ન કરી શકે. વળી જડ શક્તિ પરમાણુને જોઈ પણ ન શકે બંધુઓ! તમે જાણતા હશે કે વિજ્ઞાને ચેલેન્જ કરી હતી કે ધર્મશાસ્ત્ર જે પરમાણુને નથી જોઈ શક્યા તે અમે Microscope વડે જોઈ લીધે. તેથી શાસ્ત્રો જુઠાં છે. પણ વિજ્ઞાને શોધેલો પરમાણુ તૂટી ગયે તેનાં ભાગ થઈ ગયા. પરમાણુ તે એનું જ નામ કે જેના બે ટૂકડા થઈ શકે નહીં. એ યુગલને અંતિમ હિસ્સો છે. વિજ્ઞાને જે જે હતે એ તે અનેક પરમાણુઓ મળીને બનેલા સકંધને જે હતું, પરમાણુને નહીં. વૈજ્ઞાનિકની લેબોરેટરીમાં ઘણુ શક્તિશાળી સાધને હોવા પછી પણ એ બધાં જ સાધને જડ. જડની શક્તિ સિમિત હોય અને ચેતનની અસીમ, તેથી જ આપણા કેવળજ્ઞાની ભગવંતે એ પુદગલનાં અંતિમ ભાગ–૨-૮