________________ 112 હું આત્મા છું તેમાંથી છૂટવા માટે, જન્મ-મરણના ચક્રવ્યુહમાંથી બહાર નીકળવા માટે જ આપણું અનંત કરુણ-નિધાન પ્રભુએ માર્ગ બતાવ્યો છે. આધ્યાત્મિક્તાનાં અતિ ગહન તને આપણું સામે મૂક્યાં છે. તેઓ પ્રકાશે છે કે આત્મા અમર છે એને જન્મ-મરણ નથી એ સમજે એને શ્રદ્ધો, એને આરાધો અને જન્મ-મરણની સાંકળને તેડી નાખો અને આત્મા સદા-સર્વદાને માટે અમર થઈ જશે. આ તથ્યને સમજાવવા માટે જ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છ પદની ચર્ચા કરી છે. બધાં જ પદ અતિ મહત્વપૂર્ણ છે. તેમાં આત્માની નિત્યતાની સિદ્ધિ કરી, આપણે પરમાત્મભાવને પ્રગટ કરવાની પ્રેરણા આપે છે. જે આત્મા નિત્ય છે તે જ તેનું પરમાત્મત્વ પ્રગટ થઈ શકે. કારણ એકવાર આત્મા–પરમાત્મા બની ગયે, પછી એ અનંત કાળ સુધી એ જ સ્વરૂપમાં રહે છે. આનંદઘનજી મહારાજે ગાયું છે કે– રીઝ સાહિબ સંગ ન પરિહરે રે ભાગે સાદિ અનંત રહષભ જીનેશ્વર પ્રીતમ માહર રે.... સાહિબ અર્થાત્ આત્મામાં રહેલ પરમાત્મ શક્તિ, એકવાર જીવ એ શક્તિને રીઝવી પિતાની કરી લે તે પછી અનંતકાળ સુધી એ આત્માની જ થઈને રહે. એ સંગ ન છેડે. આવી અમાપ તાકાત છે આ નિત્ય આત્મામાં. જે એક વાર એ સર્વથા સ્વભાવે પરિણમવા માંડે તે પછી ક્રી વિભાવ તેને સ્પર્શી શકે નહીં. જન્મ-મરણના ફેરા સમાપ્ત થઈ જાય. શિષ્યની શંકાનું નિરાકરણ થઈ ગયું છે. આત્મા નિત્ય છે એ શ્રદ્ધામાં બેસવા માંડ્યું છે. સંતોષનું સ્મિત તેના ચહેરા પર ફરકી રહ્યું છે. ત્યારે ગુરુદેવ જડ અને ચેતનના અંતિમ પરિણમન વિષે પ્રશ્ન ઉપસ્થિત કરે છે. તેઓ શિષ્યને પૂછે છે ક્યારે કઈ વસ્તુને, કેવળ હેય ન નાશ ચેતન પામે નાશ તે, કેમાં ભળે તપાસ..૭૦...