________________ કેમ ભળે તપાસ 115 કેવળજ્ઞાની પરમાત્મા તીર્થંકર મહાવીરે ભૂતકાળના એક પછી એક પડ ઉખેળવા માંડયા. અનંતકાળ સુધી પાછળ દષ્ટિ કરી પણ શેમાંથી ય જીવ ઉત્પન્ન થયે દેખાય નહીં. આત્માનું સ્વતઃ અને સહજ હેવાપણું જ એમના જ્ઞાનમાં દેખાયું. શ્રી પ્રભુએ ગૌતમને ફરમાવ્યું H ગૌતમ મારા જ્ઞાનમાં જીવની ઉત્પત્તિ દેખાતી જ નથી ! માટે તે અનાદિ છે ! જેની આદિ નથી તે અનાદિ ! અને જેને અંત નથી તે અનંત. સાથે જ ગૌતમને બીજો પ્રશ્ન હ, પ્રભુ? તે જીવને અંત ક્યારે ? અને અનંતજ્ઞાન સંપન્ન વિભુએ ભવિષ્યકાળનાં પરદાઓને વિધીને પિતાની દિવ્ય દષ્ટિ દૂર-સુદૂર અનંત ભવિષ્ય સુધી દોડાવી. પણ જીવનમાં અનેક જન્મ-મરણ જોયા પછી, સ્વાભાવિક પરિણતિમાં પરિણમતે ભવ્ય જીવ જે, અંતે મુક્ત થતે જે અને મુક્ત થયા પછી અનંતકાળ સુધી એ જ પરમેચ્ચ અવસ્થામાં વિરાજતે જે અને પ્રભુને ધીર-ગંભીર ઘેષ ગૌતમે સાંભળે. ગાયમા ! જીવ અન-અંત છે ! તેને કદી નાશ થતો નથી. આમ જીવ અનાદિ અનંત ! શિષ્યનાં સ્મરણપટ પરથી આ આખું ચ ચિત્ર પસાર થયું. શિષ્ય સ્તબ્ધ થઈ ગયે. ગુરુદેવનાં પ્રશ્નને ઉત્તર તેની પાસે નથી. તેથી નત-મસ્તકે, ગુરુચરણમાં, વિનયાનવત થઈ ઢળી પડયો. ગુરુદેવનું અંતઃકરણ પ્રસન્ન થઈ ઉઠયું. શિષ્યની શ્રદ્ધામાં ચેતનનું નિત્યત્વ કતરાઈ ગયું. સ્વાભાવિક નિત્યતાને વધુ દઢ કરવા એક સાધક કવિ કહે છે– અગ્નિ કાષ્ઠ-આકારે રહે પણ, થાય ન કાષ્ઠ એ વાત નક્કી હતું. શાકે લણ દેખાય નહીં પણ, અનુભવાય તે સ્વાદ થકી..હ. શરીરાકાર રહી શરીર ન થાઉ, લવણ જેમ જણાઉં સહી...હાં... નદીપ જેમ સ્વ–પર પ્રકાશક, સ્વયં-જ્યોતિ છું પ્રગટ અહીં..હુ... અગ્નિ જેમ ઉપગ ચીપીએ, પકડાઉ કેઈ સજ્જ નથી..હાં.. પ્રયોગથી વિજળી માખણ જેમ, સહજાનંદ ઘન અનુભવથી હું. અરણીના લાકડામાં રહેલ અગ્નિ, વર્ષો સુધી લાકડામાં રહે, પણ તે શક્તિ મટી લાકડું ન બની જાય. આખાયે લાકડાના અણુઅણુમાં