________________ 110 હું આત્મા છું જન્મ-મરણ પણ કેટલા? અનંત. જેની કોઈ ગણતરી થઈ શકે તેમ નથી. જાણે છે બંધુઓ ! સાધારણ વનસ્પતિ એટલે કે કંદમૂળના છે કાચી બે ઘડીમાં 65,536 ભવ કરે છે. એટલી વાર જન્મ અને મરે ! વિચાર કરે, 48 મિનિટથી પણ ઓછા સમયમાં આટલીવાર જન્મ, મરે તે તેને જીવન કાળ કેટલે? આપણે એક-બે-ત્રણ ગણવા માંડીએ તે પણ કદાચ એટલી વારમાં 65,536 ગણું ન શકીએ. વળી આટલા નાના જીવન-કાળમાં એ શું કરતે હશે ? આપણી સ્કૂલ બુદ્ધિ તે એમ કહે કે કાંઈ ન કરે ! કાંઈ કરવાને સમય જ ક્યાં છે? પણ જ્ઞાનીઓ કાળને સમયની દષ્ટિએ માપે છે. તેમને સૂફમતમ જ્ઞાનમાં જીવની સમય-સમયની પ્રવત્તિની ગણતરી છે. તેથી તેઓ તે કહે કે એ જીવ, તેના એક જન્મમાં અનંત કર્મો ભેગવે, અનંતની નિજર કરે અને અનત કર્મો બાંધે! આ વાત આપણું મગજમાં બેસે નહીં. કેમ થઈ શકે? ક્યાં જીવનને અતિ અલ્પ સમય અને કયાં ભેગવાતાં, નિર્જરા થતાં અને બંધાતાં અનંત કર્મ ! પણ બંધુઓ ! નિગેદના આ જીવને આગળ પ્રવાસ કરે છે. ઊંચું આવવું છે. અનંતકાળથી એમાં પડ્યો છે પણ ઉપર ઉઠવાને કામી છે. એ ત્યારે જ બને કે એના અનંત-અનંત પાપ કર્મોની નિર્જરા થઈ જાય. નિર્જરાના બળે જ એ આગળ વધે, ભલે સમજણપૂર્વકની નિજરા ન કરતે હેય પણ છેદન-ભેદન આદિ દુખે પરાધીનપણે સહન કરે તેથી કર્મની નિર્જરા થતી જાય અને છે ત્યાંથી આગળ વધવા લાયક બને. તે આમ અનત કર્મ ભોગવે અને અનંતની નિર્ભર કરે. આ જ છે તેના વિકાસનું સાધન. સહુ ને જ્યાં ઉપર ચડવું છે ત્યાં સાધન તે જોઈએ જ. નીચે ઉતરવા માટે તે કદાચ ભૂસકે મારીને પણ માણસ નીચે આવી જાય. તેમાં બહુ શ્રમ ન કરે પડે. પણ ઉપર ચડવા માટે તે મજબૂત આધાર જોઈએ. આ છે પણ નિર્જરાના બળેજ ઉપર ચડે છે. જીવનનાં આટલાં અલ્પકાળમાં એ કેટલાં અને કયાં-કયાં કર્મો બધે એ પણ વિચારણીય છે. પ્રત્યેક જીવ સમયે-સમયે સાત કર્મ બાંધે જ